કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેર ખાતે જી કે જનરલ હોસ્પિટલ ભૂકંપમાં આવી ગયા બાદ  વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ ફંડમાંથી કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવી હતી ત્યારબાદ તેનું સંચાલન અદાણી ને સોંપવામાં આવેલુ છે પરંતુ આ હોસ્પિટલની અંદર હજુ પણ અનેક જાતની પ્રજાજનોને જોઈએ તેવી સુવિધાઓ મળતી ન હોવાની ચર્ચાઓ જાગી ઊઠી છે જેમાં ખાસ કરી કોરોના મહામારીઓ વચ્ચે કોઈપણ કારણોસર તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની વાતો પ્રજાજનોમાં ચર્ચાતી રહી છે ખરેખર આ બાબતે આગેવાનો અગ્રણીઓ દ્વારા ખાલી લટાર મારી અને નીકળી જતા હોવાની વાતો કહેવામાં આવી રહી છેઆ અંગે આમ પ્રજાજનોમાં ચર્ચાતી માહિતી મુજબ આ જી.કે.જનરલ  અદાણી હોસ્પિટલ અંદર કોરોના ના દર્દીઓ માટે કોઈપણ જાતની સુવિધાઓ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાં મોટાભાગે બેડની સુવિધા કે પછી ઓક્સિજનના બાટલા સમયસર કોઈ દર્દીઓને મળતા નથી .

જેની સાથે ઘણી વખત દર્દીઓને એમ્બ્યુલન્સ ની અંદર જ ઓક્સિજન આપવામાં આવી રહ્યા છે વિચાર માંગી લે તેવી  વસ્તુ એ છે કે આટલી મોટી અદાણી હોસ્પિટલ ની અંદર  વધારે પડતા બેડની સગવડો નથી આવી પરિસ્થિતિ રહેશે તો કોરોના ના વધતા કેશ ને લીધે ફૂટપાથો ઉપર જ દર્દીઓને ઓક્સિજનના બાટલા કે સારવાર માટે રાખવા પડશે જો તંત્ર ધારે તો અદાણી હોસ્પિટલના અન્ય રૂપમાં બાજુ બાજુમાં છે તેઓને પણ કોવિડ  રૂમો તરીકે મંજૂરી માગી ચાલુ કરી શકાય પરંતુ તંત્ર દ્વારા આવી કોઈપણ જાતની મંજૂરી કે પછી અન્ય રૂમો શા માટે ફાળવવામાં આવતા નથી તે પણ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે જોકે આ બાબતે પ્રજાજનો પાસે હાથ જોડી મત માગવા જનારા અન્ય પક્ષોના લોકો પણ અત્યારે પોતાના હાથ સેનીટાઇઝર અથવા પાણીથી ધોઈ નાખે છે અને જેવો એ તેમને મત આપ્યા છે તેવી પ્રજાજનોની હોસ્પિટલમાં જઈ અને પૂછપરછ કરતાં પણ આ પ્રજાના પ્રતિનિધિઓ કોઈપણ કારણોસર ખચકાય છે અને ચૂપકેદી સેવી બેઠા  છે તેવી પણ એક ચર્ચાએ પ્રજાજનોમાં જોર પકડ્યું છે ત્યારે પ્રજાજનો માટે નથી તંત્ર આગળ આવતું કે નથી પ્રતિનિધિઓ આગળ આવતા એવું કહેવામાં આવી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.