વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ સપ્ટેમ્બરથી પાટા પર ચઢાવવા કાળી ગામ પાસે આવેલા રેલ્વે એન્જિનિયરિંગ કારખાનાને ત્યાંથી શિફ્ટ કરવા અધિકારીઓને સુચના અપાઇ છે. કારખાનાની જગ્યાએ હાઇસ્પીડ ટ્રેન માટે વર્કશોપ અને મેન્ટેનન્સ પાડે અને ડેપો તૈયાર કરાશે. વડાપ્રધાન મોદી ભૂમિ પૂજન કરી આ પ્રોજેક્ટને પાટે ચઢાવે તેવી શક્યતાઓ છે.

આ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ સંભવિત ૯૮ હજાર કરોડથી વધી ૧૧૦,૦૦૦ કરોડ વધી સુધી પહોચી ગયો છે. તેમજ તેના  508km લાંબારૂટ પર કુલ ૧૨ સ્ટેશનો હશે જ્યારે માર્ગમાં ટ્રેન આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે ખાતે ૨.૫૮ મિનિટ સુધી રોકાશે.

તેમજ જાપાનના પ્રતિનિધિ મંડળે અમદાવાદ-મુંબઇ રૂટનું સરવે કર્યા બાદ હવે પ્રોજેક્ટને પાટા પર ચઢાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. રેલ્વે બોર્ડના   ચેરમેનએ એન્જીનિંયરીંગ કારખાનાની મુલાકાત લઇ જરૂરી સુચના પણ આપી હતી. જેમાં કાળીગામ ખાતે આવેલા એન્જિનિયરિંગ કારખાનાની સ્થાપના ૧૯૫૮માં થઇ હતી. જે ૫૯ વર્ષ જૂના કારખાનાને કાળીગામ પાસે આવેલા ક્ધટેનરર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જગ્યાએ શિફ્ટ કરાશે. તેમજ એન્જિનિયરિંગ કારખાનામાં પશ્ર્ચિમ રેલ્વે ઉપરાંત અન્ય રેલ્વે એરિયામાં ગડર અને તેના સ્પેરપાર્ટ્સ તૈયાર કરાય છે. એજ રીતે રેલ્વે પાટાના જોઇન્ટ પણ કરવામાં આવશે. અંતે વધુમાં બ્રિજના ગડરની ગુણવત્તાની બાબતમાં કારખાનું દેશમાં પ્રથમ સ્થાને છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.