સસ્તુ સોનુ અને ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી આઠ શખ્સોએ છેતરપીંડી આચરી’તી

પ્રશ્ચિમ કચ્છ-ભુજ ના માધાપર વિસ્તારોમાં તેલગાણા રાજયના વેપારીને સસ્તુ સોનુ અને વેપારમાં નફો કરવાની લાલચ આપી રૂ. 2.04 કરોડની છેતરપીંડી આચરનાર ગુનોનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી ચાર શખ્સો નામચીન શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ પશ્ર્ચિમ કચ્છ જિલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓ અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. સૌરાભસિંઘએ આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઇ. એસ.એન. ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

તેલગાણા સ્થિત અને સ્કુલ સંચાલક શેલજા નામની મહિલા સાથે ભુજના રહીમનગરમાં રહેતો હનિફ ઉર્ફે મીઠીયો નુરમામદ સોઢા, જાકિર હનીફ ઉર્ફે મીઠીયો, અમીન હનિફ ઉર્ફે મીઠીયો સોઢા અને ગાભા સુની સંધાર સહિત ચારેય શખ્સોની ઠગાઇ કર્યાની ઘ્યાને આવતા પોલીસે પિતા-પુત્ર સહિત ચારેય શખ્સોની અટકાયત કરી આકરી પુછપરછ કરતા સસ્તુ સોનુ અને ધંધામાં નફો કરવાનું કહી રૂ. 2.04 કરોડની ઠગાઇ કર્યાની કબુલાત આપતા ચારેયની ધરપકડ કરી છે.ઝડપાયેલા શખ્સો સામે માંડવી, ભુજ અને ગઢશીશા પોલીસ મથકના ચોપડે ઠગાઇ, ચોરી, મારામારી ધમકી અને લુંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.પોલીસે વધુ તપાસ અને મુદામાલ કબ્જે કરવા આઠ દિવસના રિમાન્ડ પર અદાલતે સોપતો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.