કચ્છના પાટનગર ભૂજ શહેરમાં છેલ્લા થોડા સમયથી ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય બની હતી. જો કે , પોલીસે ચિલઝડપ કરતી ટોળકીને પકડી પાડી છે ભૂજ શહેરમાં નોંધાયેલા 19 ચિલ ઝડપના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.આરોપીઓએ યુ ટ્યુબમાં ચેઇન સ્નેચિંગનો વિડિઓ જોઈને લૂંટ કરવાની પેરવી કરી હતી.

06

ભૂજ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચિલ ઝડપ ના બનાવો બનવા લાગતા તેને ડિટેકટ કરવા માટે પોલીસ સક્રિય બની હતી.દરમિયાન આજે એલસીબીને બાતમી મળતા ભુજના જુના સ્વામિનારાયણ મંદિર પાસે વોચ રાખવામાં આવી હતી જેમાં ત્રણ શખ્સો શંકાસ્પદ જણાઈ આવતા તેમની અટકાયત કરાઈ હતી.પોલીસની પૂછતાછમાં આરોપીઓએ કુલ 19 જેટલા ચિલ ઝડપ ના બનાવો કબુલયા છે

07

આરોપીઓ બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા.ઝડપાયેલા ત્રણેય આરોપી સર્ફરાજ ઉર્ફે ફૈઝલ અબ્દુલભાઇ મંધરિયા (ઉ.વ.23) ,સાહિલ અસલમ કુરેશી (ઉ.વ.20) ,લકીશીંગ જીતસિંગ રાજપૂત(ઉ.વ.24)ભુજના જેસ્ટા નગર , કેમ્પ એરિયા ના રહેવાસી છે આજથી દસ થી અગિયાર મહિના પૂર્વે આરોપીઓ ટી સ્ટોલ પર બેઠા હતા ત્યારે યુ ટ્યુબમાં ચિલ ઝડપ નો વિડિઓ જોયો હતો.અને ત્યારથી તેઓ ચિલ ઝડપ કરતા હતા.એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી બાઈક અને ચોરી કરેલી ચેઇનો કબ્જે કરી છે.આરોપીઓ સામે ભૂજ એ અને બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલી છે.લાંબા સમયથી વણ ઉકેલાયેલા કેસનો એલસીબીએ ભેદ ઉકેલ્યો છે.

05 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.