સરવા મંડપની મારામારીમાં અસરકારક કાર્યવાહી કરી હોત તો અન્ય બે રાયોટીંગના ગુના રોકાયા હોત

એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ કડક પગલાં લેતા પોલીસબેડામાં ભારે હડકંપ

ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં શહેરની શક્તિ હોટેલ પાછળ આવેલા સરવામંડપ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી.જે મામલે પોલીસ સ્ટેશનના પી.આઇ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આરોપીઓને પકડવામા પણ વિલંબ કર્યો હતો.ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો ન હતો.અને રાયોટિંગની ઘટના બનવા પામી હતી.જેથી એસ.પી દ્વારા પી.આઇને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

વિગતો મુજબ ભુજ બી ડિવિઝન પીઆઇ દ્વારા તપાસમાં દાખવવામાં આવેલી બેદરકારી સંદર્ભે એસપી ડો.કરણરાજ વાઘેલાએ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ભારે હડકંપ મચી ગયો છે. ગત માર્ચ મહિનામાં પ્રથમ પખવાડિયા દરમ્યાન શહેરની શક્તિ હોટેલ પાછળ આવેલા સરવામંડપ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે ધોકા, પાઈપ અને પથ્થરોથી સામસામે મારામારી થઈ હતી.જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય બંદોબસ્ત રાખવામાં ન આવતા એ જ મામલે રાત્રે ફરી બંને પરિવારો વચ્ચે હિંસક ધિંગાણું ખેલાયું હતું. થાણા ઈન્ચાર્જ તરીકે ભુજ બી ડીવીઝન પીઆઇ કે.સી.વાઘેલાએ બપોરે બનેલી ઘટનાની ફરિયાદ નોંધવામાં અને આરોપીઓને પકડવામાં વિલંબ કર્યો હતો.એટલું જ નહીં, તેના હિંસક પ્રત્યાઘાત પડવાની શક્યતા હોવા છતાં સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો ન હોતો.જેથી રાત્રે રાયોટીંગ થયાં બાદ પોલીસે સામસામી ચાર પોલીસ ફરિયાદો દાખલ કરી હતી.

એસપી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે,ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા કે.સી.વાઘેલાએ પ્રથમ એફ.આઇ.આર. દાખલ કરવામાં અને બાદ આરોપીઓ પકડવામાં વિલંબ દાખવેલ તેમજ બનાવવાળી જગ્યાએ યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખ્યો ન હતો જેથી તે બનાવના પ્રત્યાધાત સ્વરૂપે અન્ય બે રાયોટીંગના ગુનાઓ દાખલ થયા હતા થાણા અધિકારી તરીકે તુરંત જ અસરકારક સ્તવરે કાર્યવાહી કરી હોત તો અન્ય બે રાયોટીંગના ગુનાઓ દાખલ થતા રોકવામાં સફળ થયા હોત. કેસની પ્રાથમીક તપાસમાં થાણા અધિકારી તરીકે નિષ્કાળજી અને બેદરકારી ધ્યાને આવતા પોલીસ ઇન્સ્પેકટર કે.સી.વાઘેલાને સસ્પેન્ડ કરાયા છે.હાલમાં માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને બી ડિવિઝનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.