ભુજના માનકુવા ગામે હાઇલેન્ડથી ખત્રીતળાવ વચ્ચે થોડા દિવસો પહેલા જ દિનદહાડે થયેલી રૂ.૧૦ લાખની થયેલી લૂંટના બનાવનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલ્યો છે. જેમાં ફરિયાદીની જ આકરી પૂછપરછ કરતા પોતાના પર દેવું વધી જતાં પોતાના સાથે લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી.
ફરિયાદી પર દેવુ વધી જતાં લેણદારોમાંથી છુટકારો મેળવવા તરકટ રચ્યાની કબૂલાત
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભુજ તાલુકાના માનકુવા ગામે નારાયણનગરમાં રહેતા અને સુથારી કામ કરતા ભગુ માવજી નામના આધેડ ગત તા.૨૯મી જૂનના રોજ હાઇલેન્ડથી ખત્રી તળાવ જવાના રસ્તે પોતાની કારમાં આવતા હતા ત્યારે કોઈ ત્રણ અજાણ્યા ઈશામોએ તેમને આંતરી તેમની પાસે રહેલા રૂ.૧૦,૦૦,૦૦૦ લૂંટી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઘટના અંગે જાણ થતાં જ ગ્રામ્ય એલસીબી અને માનકુવા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. લૂંટની તપાસ કરત પોલીસને કઈ અજુકતું થયું હોવાની જાણ થતાં તેઓએ ઉલટ તપાસ શરૂ કરી હતી. પોલીસે ફરિયાદી ભગુ માવજીને દબાવતા અને તેની આકરી પૂછતાછ કરતા આખરે ફરિયાદીએ ઢોંગ રચ્યો હોવાની કબૂલાત આપી હતી.
ફરિયાદી ભગુભાઈ સુથારી કામ કરતા હતા અને લોકડાઉન પહેલા મોટું કામ હાથમાં આવ્યું હતું. પરંતુ બંધુ બંધ થઈ જતા તેમના પર રૂ.૫૦ લાખ જેટલું દેવું વધી ગયું હતું. જેના પગલે ભગુભાઈએ કોઈ હાઇલેન્ડથી ખતરીતળાવ પાસેનો રસ્તો પસંદ કરી પહેલા હાથમાં છરી વડે છરકા મારવાનું વિચાર્યું હતું. પરંતુ ત્યાર બાદ પોતાની સાથે લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. જેથી લેણદારો પાસેથી છુટકારો મેળવી શકાય. પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા આખરે ફરિયાદીએ તમામ નાટક પરથી પરદો હટ્યો હતો.