નશાબંધીનો કડક કાયદા છંતા સરહદી કચ્છ જીલ્લામાં પણ લાંબા સમયથી બહારથી વિવિધ કેફી દ્રવ્યો ધુસાડવાનુ સંડયંત્ર ચાલી રહ્યુ છે. જેનુ સમંયાતરે કચ્છ પોલિસે પર્દાફાસ કર્યો છે. જો કે દારૂ જુગારની રૂટીન કામગીરી વચ્ચે કચ્છમાં નશીલા પ્રદાર્ફ ગાંજાના સેવનનુ પ્રમાણ વધ્યુ છે. હજુ બે દિવસ પહેલાજ ભુજ બી-ડીવીઝન પોલિસે ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી હતી. ત્યારે પશ્ર્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે એક મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે.
બે દરોડોમાં ઝડપાયેલા યુવાનો પાસેથી મોટીમાત્રામાં ગાંજાનો જથ્થો તો નથી ઝડપાયો પરંતુ જઘૠ ની પુછપરછમાં ગાંજાનો ધંધો કરતા આ યુવાનોના ટાર્ગેટ પર કોલેજનુ યુવાધન હતુ. જેની તપાસ દરમ્યાન અનેક ચોંકવનારી માહિતી સામે આવે તેમ છે તો પોતાના વહાલસોયાને કોલેજ મોકલતા વાલીઓ માટે પણ આ વિગતો લાલબત્તી સમાન છે.
ભુજ આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ ટાર્ગેટ
ભુજના ચોક્કસ વિસ્તારો આવા નશીલા પ્રદાર્થના સેવન માટે જાણીતા હતા. પરંતુ પાછલા બે વર્ષમાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે ગાંજાના નેટવર્ક પર અનેકવાર ધોંસ બોલાવી નશીલા પ્રદાર્થના સેવન બદલ તેના માટે બનેલા ખાસ કાયદા હેઠળ પણ આવા તત્વો સામે કાર્યવાહી કરી છે ત્યારે આજે સ્પેસીયલ ઓપરેશન ગ્રુપે બે અલગ-અલગ દરોડો પાડી કુલ 5 વ્યક્તિઓની ઘરપકડ કરી છે. જેમાં મુખ્ય સુત્રધાર પવનકુમાર સનત મહેતા તથા તેના સાગરીતો અલગ-અલગ યુવાનો મારફતે ભુજની કોલેજો સુધી પહોચ્યા હોવાની માહિતી તપાસ દરમ્યાન સામે આવી છે જેમાં લાલન કોલેજ તથા મેડીકલ કોલેજના ધણા છાત્રો યુવાનો પાસેથી ગાંજો ખરીદતા હોવાની વિગતો સામે આવી છે.
SOG એ એક દરોડોમા 599ગ્રામ ગાંજા સાથે રામ ગોપાલ ગઢવી,પવન કુમાર મહેતા તથા અભિષેદ યાદવને ઝડપ્યા છે જ્યારે અન્ય એક દરોડોમાં અક્ષય ઇશ્ર્વર સોંલકી તથા પકંજ રમેશગર ગુંસાઇને 520 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. જો કે વધુ તપાસ માટે આ તમામને ભુજ એ ડીવીઝન સોંપાયા છે જેની તપાસ દરમ્યાન અન્ય ચોંકવનારી વિગતો સામે આવે તેમ છે. ઙઈં ઝાલાએ જણાવ્યુ હતુ કે કોલેજના ધણા યુવાનો આ લોકોના સંપર્કમાં હોવાનુ સામે આવ્યુ છે
પોલિસ તથા અન્ય એજન્સીઓની બાજ નઝર છંતા કચ્છ અને કચ્છના મુખ્યમથક ભુજમાં કેફી પ્રદાર્થના અલગ-અલગ પ્રકારના વહેંચાણનુ સુનીયોજીત અને વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની વાતો થતી હતી. તપાસમાં હજુ વધુ ચોંકવનારી વિગતો સામે આવે તેમ છે આ કાર્યવામાં ભુજ સર્કલ ઇન્સપેક્ટર એમ.બી.વસાવા,SOGપી.આઇ એ.આર.ઝાલા સ્ટાફના ધનશ્યામસિહં ઝાલા,વિજયસિંહ યાદવ,મદનસિંહ જાડેજા,અશ્ર્વિન સોંલકી સહિતનો સ્ટાફ જોડાયો હતો. જો કે થોડો વધુ સમય આ ગોરખધંધો ચાલ્યો હોત તો અનેક યુવાનો આ નશાના રવાડે ચડી ગયા હોત જો કે પોલિસે કાર્યવાહી કરી પરંતુ વાલીઓએ પણ જાગૃત બની આવી કોઇ લતનો શિકાર તેનો પુત્ર-પુત્રીતો નથી તે જાણવુ જરૂરી બન્યુ છે