Abtak Media Google News
  • સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી પહોંચાડવામાં આવે છે વહીવટી તંત્રને
  • 1200 જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરાયું છે ફૂડ પેકેટનું વિતરણ

Screenshot 3 4

Bhuj: ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને  અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા “સેવા પરમો ધર્મ…” એ ઉક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના ભૂજ દરબાર ગઢ ચોક સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ભૂજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરી કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવ્યા હતા. આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર, રહીમનગર તથા આવાસનગરના 1200 જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.

Screenshot 1 4

પુરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સ્વામિનારાયણ મંદિર, ભૂજના વડીલ સહજાનંદચરણદાસજી સ્વામી, મહંત ધર્મવત્સલદાસજી સ્વામી, વિવેકભૂષણદાસજી સ્વામી, નિર્દોષસ્વરૂપદાસજીના માર્ગદર્શન અને નિગરાનીમાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને તે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા હતા. માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભુ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.