Abtak Media Google News
  • 86 ટેકનીકલ અને 8ર ફાર્મર માસ્ટર ટ્રેનર જોડાયા

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકારદ્વારા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી ચાલી રહી છે. ચાલુ વર્ષના અંતસુધીમાં રાજયમાં 20 લાખથી વધુ ખેડૂતોપ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો રાજયપાલશ્રીનો નિર્ધાર છે.જે માટે જિલ્લા કક્ષાએ ગ્રામ પંચાયત દીઠ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સચોટ – સુવ્યવસ્થિત રીતે તાલીમોનુંઆયોજન અને સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, કુંભારડી, તા. ભચાઉ ખાતે તમામ તાલુકાના માસ્ટર ટ્રેનરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.10 ગ્રામ પંચાયત દીઠ એક કલસ્ટરને બદલે પાંચ ગ્રામ પંચાયતનું એકકલસ્ટર બનાવવા અનેઆ કલસ્ટરમાં વર્ગ-3 ના ટેકનીકલ માસ્ટર ટ્રેનર  તરીકે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી મદદનીશ, ખેતી નિરીક્ષક, બાગાયત મદદનીશ, બાગાયત નિરીક્ષક, વગેરે પૈકીના કોઈપણ એકને નિયત કરવા તેમજ તે મુજબ કલસ્ટર વાર ફાર્મરમાસ્ટર ટ્રેનર નિયત કરી તેઓને તાલીમબધ્ધ કરી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયભરમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનરો દ્વારા ખરીફ-2024 દરમિયાન દરેક ગ્રામ પંચાયત દીઠ 4 તાલીમો કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તમામ આયામોવિશે માહિતગાર કરાશે. આ માસ્ટર ટ્રેનરો કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં તાલીમનું આયોજન કરી ખેડૂતોને રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરોઅને જંતુનાશક દવાઓથી પર્યાવરણ, જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે માહિતી આપશે  રાસાયણિક ખેતીથી થતા નુકસાનથી આવનારી પેઢી બચે તે માટે ઝુંબેશ રૂપે કામગીરી હાથ ધરવામાં આવેલી છે.

કચ્છના મહિલા ખેડુતે ગૌ-પાલન સાથે પ્રાકૃત્તિક ખેતી કરીને ઉદાહરણ પુરૂુ પાડયું

કચ્છમાં વધતા જતાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વચ્ચે મહિલા કિસાનો પણ આ અભિયાનમાંજોડાઇ રહી છે. અન્ય ક્ષેત્રોની જેમ ખેતીના ક્ષેત્રમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની પહેલમાં મોખરે છે. જે અન્ય કિસાનો માટે નવો રાહ ચીંધી રહી છે. પતિના અવસાન બાદ પાંચ બાળકોની જવાબદારીના વહન સાથે ખેતી કરતા મુંદરા તાલુકાના મંગરા ગામના ગીતાબેન જેઠવા આજે પ્રાકૃતિક ખેતીમાં અનેક પ્રયોગ કરીને સફળતા મેળવી છે. હાલ તેઓ કમલમ(ડ્રેગન) ફળનું રાસાયણિક દવા કે ખાતર મુકત ઉત્પાદન કરીને પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહ્યા છે.

ગીતાબેન જેઠવા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી અંગે જ્ઞાન ન હતું ત્યારે પરંપરાગત રોકડીયા પાકોનું વાવેતર કરતા હતા. જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતા. વર્ષ 2012થી મારા પતિ સ્વ. ભરતભાઇ જેઠવા દ્વારા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સમયાંતરે યોજાતી તાલીમ શિબરોમાં ભાગ લઇને તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતભાઇઓ પાસેથી માર્ગદર્શન મેળવીને હું પ્રાકૃતિક ખેતી કરી રહી છું. તેઓ ઉમેરે છે હાલ ડ્રેગન ફ્રુટ, લીંબુ, પરવળ સહિતના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહયું છે. પ્રાકૃતિક કૃષિમાં ગુણવત્તાયુકત પેદાશના કારણે સારા ભાવ મળી રહ્યા છે. જેનાથી અમારી સમૃધ્ધિમાં વધારો થયો છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડા, ડાળીઓ વગેરેનું આચ્છાદન કરવાથી જમીનની ભેજધારણ શક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઇ જાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.