અબતક,
વારિશ પટ્ટણી, ભૂજ
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી સ્વસ્થ બનેલા 7 અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં-1 મળી 8 માનસિક દિવ્યાંગોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
તેઓ શુભેચ્છા પાઠવવા યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષપદ જીલ્લા કાન્ાૂની સ્ોવા સત્તા મંડળ ભુજનાં સચિવ અન્ો સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ બી.એન. પટેલ અતિથિ વિશેષપદે ઘનશ્યામભાઇ માવજી ટપરીયા, રઘુવીરસિંહ પી. ઝાલા, લાખુભા એન. જાડેજા, ઝીંકડીનાં માવજીભાઇ આહિર, રમજાનભાઇ મમણ તથા શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતના દયારામભાઇ સુબડે શોભાવ્યું હતું.
પ્રારંભે સંસ્થાનાં મંત્રી સુરેશભાઇ માહેશ્ર્વરીએ સૌને આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ જરૂરતમંદૃ લોકો સુધી પહોંચી છે. જેનો આનંદ છે.
અંજારનાં દયારામ મારાજે માનસિક દિવ્યાંગો માટે થઇ રહેલા સ્ોવાકાર્યન્ો બિરદાવ્યું હતું અન્ો જણાવ્યું હતું કે, રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોન્ો ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અદ્ભૂત છે.
ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોન્ો જજનાં વરદ્ હસ્તે ખેસ પહેરાવી તથા જયાબેન મુનવર અને મહિલા મંડળો દ્વારા કુમકુમ તિલક કરી હાર પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાન્ોથી ઉદ્બોધન કરતાં જીલ્લા કાન્ાૂની સ્ોવા સત્તા મંડળનાં સચિવ બી.એન.પટેલે જણાવ્યું હતું કે, કર્મ તમે કયાંક સારૂં કરતા હો અન્ો આવાન્ો આવા કર્મથી ભગવાન રાજી રહે છે. અન્ો એનાં થકી આપણા ઉપર આવતા સંકટો હળવા થઇ જાય છે. હૃદ્યથી કરેલું કાર્ય કયારે પાછું પડતું નથી. ભારતનાં દરેક રાજ્યોનાં જસ્ટીશોની ઉપસ્થિતિમાં ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં પણ કચ્છનાં પ્રોગ્રામની નોંધ લેવામાં આવી હતી. કર્મ બે પ્રકારનાં હોય છે. નિ:સ્વાર્થ અન્ો સ્વાર્થ, પણ નિ:સ્વાર્થ ભાવે કરેલા કાર્યનું ફળ હંમેશા મળે છે. પૈસા-સમય-મન- ઉપસ્થિતિ માટે આપેલ ભોગ પણ ઉગી નીકળે છે. સંસ્થાએ કરેલ કાર્યોન્ો બિરદાવ્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી 525 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે. જયારે માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં 1178 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી દીધા છે.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, ક્ધૌયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ, રમજાનભાઇ મમણ,પ્રવિણ ભદ્રા, મુળજીભાઇ ઠક્કર, પંકજ કરૂવા તથા વિવિધ મહિલા મંડળોએ સહકાર આપ્યો હતો.