ભુજ ખાતે શ્રાવણ સુદ સાતમ ની સવારે ૯:૦૦ વાગે ટીલામેડી દરબારગઢમાં કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા નાં શુભહસ્તે મોમાઈ માં સહિત સર્વ માતાજી નુ પુજન કર્યા બાદ સાત થી આઠ મોટરકારો દ્વારા રાજપરિવારના સૌ રુદ્રમાતા જવા નિકળ્યા હતા. ત્યાં રુદ્રાણી જાગીર અધ્યક્ષ રુપાભાઈ ચાડ અને મહંત શ્રી લાલગીરી બાપુએ સૌનું સ્વાગત કર્યું હતું.મંદિર બહાર ના સર્વ દેવસ્થાનો ની પુજા કર્યા બાદ રુદ્રમાતા મુખ્ય મંદિર ની ચાર દેવી માતાની આરતી પુજન કરવામાં આવ્યું હતુ. પત્રિ આશિર્વાદ માટે કુંવર ઇન્દ્રજીતસિંહ પોતાનો ખેસ ધરીને આસ્થા પુર્વક ઊભા રહ્યા કે દસ મિનિટ માં તેમને આશીર્વાદ રુપી પત્રી પ્રસાદી મળીગઈ હતી.
કોરોના મહામારી ને કારણે, આ વખતે, ફંકશન, પ્રવચન, વગેરે બંધ રાખવામાં આવ્યા હતા. પધારેલા સર્વ મહેમાનોએ વારાફરતી દર્શન કર્યા હતા. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાએ ખાસ હાજરી આપી સાદાઈથી પરંપરા નિભાવવા માં માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સર્વ શ્રી કૃતાર્થસિંહજી જાડેજા- દેવપર ઠાકોર,રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિહજી, હકુમતસિહ જાડેજા, જશપાલસિહ જાડેજા, મહીપાલસિહ જાડેજા, બાલુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ, નગરપતિ શ્રીલતાબેન સોલંકી, ગોદાવરીબેન, જોરાવરસિંહ રાઠોડ, હિંમતસિંહજી સોઢા, વિજ્યેશભાઈ પૂંજા, દક્ષેસસિંહ ઝાલા, પ્રમોદભાઈ જેઠી, વિપુલભાઈ દવે તથા રણજીત વિલાસ સ્ટાફ, શ્રીરાજ ગોહિલ, ધર્મદીપસિહ રાઠોડ, ભુપેનભાઈ ગોર, ચંદુભાઈ ગોર, તથા દલપતભાઈ દાણીધારીયા, વગરે હાજર રહ્યા હતા. રજનીકાન્તભાઇ જોષી તથા શરદભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.