પોલીસ સાથે ખભે ખભો મિલાવી ખડેપગે રહેતા હોમગાર્ડ જવાનોને માત્ર 300 રૂ. જ અપાય છે. તેને વધારવાની માંગ કરતા કચ્છ જીલ્લા કોગ્રેંસ સમિતિના મંત્રી દનીયા
ગુજરાત સહીત સમગ્ર કચ્છમાં પોલીસ સાથે ખભે ખભા મિલાવી કોરોનાની મહામારીમાં ખડે પગે રહી રાત-દિવસ જોયા વગર ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોને છેલ્લા ઘણા સમયથી એક દિવસ નું ફરજ ભથુ વેતન માત્ર 304 રૂપિયા અપાય છે જેમાં 300 રૂપિયા વેતન અને ચાર રૂપિયા કપડા ધોલાઇના આપવામાં આવે છે જ્યારે પરેડના ફક્ત 40 રૂપિયા આપવામાં આવે છે જે દર મહિને ચાર પરેડ રાખવામાં આવે છે ત્યારે રાત દિવસ પોતાના પરિવારને જોયા વગર પ્રમાણિકતાથી ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યો ના વેતનમાં મોંઘવારીને અનુલક્ષી વધારો કરવો જરૂરી બની ગયું છે જેથી હોમ ગાર્ડ સભ્યોનો જોમ અને જુસ્સો જળવાઈ રહે.
ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના સરકારી વિભાગોના કર્મચારીઓને જુદા જુદા મોઘવારી ભથ્થા મળતા હોય, પગારમા નિયમીત વધારો થઈ શકતો હોય તો ખરેખર હાલમાં કોરોનામાં કોરોના વોરિયર્સ તરીકેની ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોના વેતનમાં વધારો કેમ કરવામાં આવતું નથી તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ ગુજરાત સરકારના હોમ વિભાગને રજૂઆતમા જણાવ્યુ છે.
દનીચા એ હોમ ગાર્ડ ને સતાવતી સમસ્યાઓ બાબતે ભૂતકાળ માં અવાર નવાર રજૂઆતો કરી છે પરંતું આ બાબતે ઉચ્ચ કક્ષાએ થી કોઈપણ રીતે ધ્યાન આપવામાં આવતું નથી .ત્યારે હાલમાં કોરોનાના કપરા કાળ મા ફરજ બજાવતા આ સભ્યો માનદ છે કે મફત? તે સવાલ ઉભો થયો છે. વર્તમાન સમયમાં મોઘવારીએ માઝા મુકી છે ત્યારે હોમગાર્ડ જવાનોને ખૂબ જ ઓછા વેતન થી ઘર ચલાવવું કપરું થઈ ગયું છે તો અનેક લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે . તેથી વેતન વધારો આવશ્યક બની ગયું છે સાથે સાથે આ વિભાગમાં 55 વર્ષે નિવૃતિ વયમર્યાદા છે તેને વધારી 58 વર્ષ કરવાની જરૂર છે. કારણ કે આ સભ્યો માનદ ગણાતા હોવાથી તેઓને પેન્શન મળતું નથી ત્યારે આ બાબતે સંજોગોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. હોમ ગાર્ડ વિભાગ માં મહિના ની ફરજ 27 દિવસની હોય છે તેના બદલે 29 દિવસ કરવાની જરૂર છે જેથી તેમને ઘર પરિવાર ચલાવવામાં સરડતાં રહે. સરકાર આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવે તેવી માંગ શ્રી દનીચા એ કરી છે.