ભૂજ: આગામી રણ ઉત્સવને લઈને ભૂજ ખાતે હોટેલ વ્યવસાય, ટેન્ટ વ્યવસાય, ટ્રાવેલ વ્યવસાય, તેમજ અનેક એવા વ્યવસાયો જેઓ ટુરિઝમ સાથે સંકળાયેલા છે તેઓ સૌ સાથે મળીને એક અગત્યની મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં ટુરિઝમને લઈને અનેક મુદ્દાઓનેની ચર્ચા વિચારણા સાથે સર્વાનુમતે આપણે કચ્છમાં વધુને વધુ પ્રવાસીઓ કેવી રીતે આવે અને કેવી રીતે આપણે કચ્છના ટુરિઝમને આગળ વધારી શકીએ તે માટેની અગત્યની ચર્ચાઓ કરવામાં આવી હતી.
રણ ઉત્સવને માટે ટેન્ડર પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો હતો. જેના કારણે લોકોના મગજમાં એવી શંકા ઊભી થઈ હતી કે, આ વખતે રણ ઉત્સવ યોજાશે નહિ. પરંતુ રણોત્સવ યોજાશે જ અને ટેન્ડર પ્રક્રિયા છે એ માત્ર ટેન્ટ સ્થિતિ પૂરતું જ હોય છે અને રણ ઉત્સવની તમામ જવાબદારી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પાસે છે સરકાર પણ આ બાબતે સંપૂર્ણ કાર્ય કરે છે અને કચ્છમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે જેનાથી કચ્છને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે આ બેઠકમાં અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વ્યવસાય સાથે સંકળાયેલા વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અલગ અલગ સૂચનો કર્યા હતા. તો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોએ સૂચન કર્યું હતું કે, કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ આગળ છે. કચ્છમાં અનેક એવા સ્થળો છે જેનાથી સ્થાનિક રોજગારી મળી શકે છે. પરંતુ રણ ઉત્સવ ફક્ત ચાર મહિના યોજાતો હોય છે તો સૌ સાથે મળીને યોગ્ય સ્થાને રજૂઆત કરીને કચ્છમાં આખા વર્ષ દરમ્યાન જો ટુરિઝમ આવે તો કચ્છના વિકાસને વધુ વેગ મળે તેમ છે.
નવીનગીરી ગોસ્વામી