• પોલીસ પ્રજાનો મિત્ર છે કોઈપણ મુશ્કેલ સમયે પોલીસનો સંપર્ક સાધવા અંગે અપાઈ જાણકારી
  • ગુનાઓ કઈ રીતે થઈ રહ્યા છે તે અંગે માહિતી અપાઈ

ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસની સી ટીમ દ્વારા દીકરીઓને સુરક્ષિત રહેવા અને સાયબર ક્રાઇમ અવરનેસ અંગે સમજ આપવા ભુજ ખાતે આવેલ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ઇન્ચાર્જ અધિક્ષક વિકાસને સંબોધન કરતા જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે કોઈપણ મુશ્કેલ સમય પોલીસનો સંપર્ક સાધવો જોઈએ અને એના માટે મુશ્કેલ સમયમાં હેલ્પલાઇનનો ઉપયોગ કરી પોલીસની સી ટીમની મદદ લેવી જોઈએ. તેમજ દીકરીઓને સાયબર ક્રાઇમ અવરનેસ અંગેની સમજ અપાય હતી.

આ અંગે મળતી વિગત મુજબ પશ્ચિમ પોલીસની સી ટીમ દ્વારા દીકરીઓને સુરક્ષિત રહેવા અને સાયબર ક્રાઇમ અવરનેસ અંગે સમજ આપવા ભુજ ખાતે આવેલ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ શ્રી વિકાસ સુંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજના ટ્રસ્ટી કિર્તીભાઈ વરસાણી દ્વારા દીપ પ્રાગટ્ય બાદ આ કાર્યક્રમને અનુલક્ષી દીકરીઓને સાયબર ક્રાઇમ અવરનેસ અંગેની સમજ આપવામાં આવી હતી.

ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ઇન્ચાર્જ અધિક્ષક વિકાસ સુંડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે કોઈપણ મુશ્કેલ સમય પોલીસનો સંપર્ક સાધવો જોઈએ અને એના માટે મુશ્કેલ સમયમાં હેલ્પલાઇનનો ઉપયોગ કરી પોલીસની સી ટીમની મદદ લેવી જોઈએ. આ સાથે જ દીકરીઓ સલામત રહે અને હાલના સમયમાં વધી રહેલ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ ગુનાઓ કઈ રીતે થઈ રહ્યા છે તે અંગે માહિતી અપાઈ હતી આ કાર્યક્રમમાં PSI યુ.ડી. ગોહિલ, ASI શીતલબેન નાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ગાયત્રી બારોટ, રમીલા શાહુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડોક્ટર હીના ગાંગરે કર્યું હતું જ્યારે સંચાલન ઝરણા પંડ્યા અને આભાર વિધિ રિધ્ધી ગોર દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.