રાજ્ય વ્યાપી ખાતર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભુજમાં આવેલા ગુજકોમાસોલના ખાતર ગોડાઉનમાં ખાતર વેચાણ પર રોક લગાવવામાં આવી છે.ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખાતરની ગુણીમાં વજનની ચકાસણી કરવામાં આવી હતી.
ભુજમાં આવેલા ગુજરાત રાજ્ય કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ના ખાતર ગોડાઉનમાં કોંગ્રેસે જનતા રેઇડ કરતા વજનમાં ઘટ માલુમ પડી હતી..ખાતર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અહીં ખાતર વેચાણ પર રોક લગાવવામાં આવી છે જ્યાં સુધી ખેતીવાડી વિભાગ બીજી સૂચના ન આપે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે.
આજે ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ગોડાઉનમાં પડેલી ખાતરની ગુણીમાં વજનની તપાસ કરવામાં આવી હતી.ગોડાઉનમાં રહેલા તમામ પ્રકારના ખાતરો પૈકી પાંચ પાંચ બોરી પસંદ કરી વજન ચકાસવામાં આવ્યા હતા જેમાં ગ્રોસ વજનમાં ફેરફાર જણાઈ આવ્યો હતો.ગાંધીનગરથી પણ અધિકારીઓ ભુજમાં દોડી આવ્યા હતા.
હાલ આ ગોડાઉનમાં 4500 ગુણી ખાતર હાજર સ્ટોકમાં ઉપલબ્ધ છે..ખાતર વેચાણ પર રોકથી કિસાનો હાલાકી ભોગવી રહ્યા છે.