ભુજ તાલુકામાં આંબાની વાડીમાંથી શોભતા ભારાપર ગામના સીમાડામાં વનતંત્રની અંદાજે ત્રણ કરોડની કીમતી એવી ખેતીની 10 એકર જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. ત્યારે તે મામલે ભુજના બિલ્ડર ડેવલોપર્સ જગદીશ ઠક્કર સામે વનતંત્ર દ્વારા લેન્ડ ગ્રેમીબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે અંગે મળતી વિગતો અનુસાર, પૂર્વ વન વિભાગમાં આવતી ભારાપરની સીમની કીમતી જમીનમાં મોટા મોટા ફાર્મ હાઉસ અધતન ખેતી, કેસર કેરીના બગીચા હજારો એકરમાં પથરાયેલા છે. તેમજ તેની વચ્ચે ભારાપર સેડાતાના રોડ પર મોકાની જમીન વનતંત્રની હોવા છતાં દબાણ કરવામાં આવ્યું છે. જેમાં આંબાનો બગીચો બનાવવામાં આવ્યો હતો.
જેથી R.F.O. દ્વારા લેન્ડ ગ્રેમીબિંગ કાયદાનું શસ્ત્ર ઉગામી ફરિયાદ નોંધાવતા ભુજ પ્રાંત દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. પૂર્વ વિભાગના નાયબ વન અધિક્ષકના જણાવ્યા પ્રમાણે D.I.L.R. પાસેથી માપણી કરાવ્યા બાદ જમીન વનતંત્ર હસ્તક હોવાનું બહાર આવ્યું છે. આ સાથે અહી જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાની પણ જમીન છે. તેથી દબાણ થયું હોવાનું સાબિત થતા લેન્ડ ગ્રેમીબિંગની ફરિયાદ કરવામાં આવતા હાલ સાત એકરથી વધારે જમીન પર દબાણ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ ખુલ્લું પડતા પ્રાંત અધિકારી દ્વારા ફરીથી નકશા બનાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ સાથે સુનાવણી બાદ તુરંત જમીનનો કબ્જો લેવામાં આવશે તેમજ અત્યારે આ જમીનમાં હાલ આંબાનું વાવેતર છે. જેમાં પ્રતિ એકરના ભાવ 30 લાખ રૂપિયા ચાલી રહ્યા છે.
નવીનગીરી ગોસ્વામી