માટીકામ (મડવર્ક) થી વિવિધ ચિત્રો બનાવીને દિવાલોનાં સુશોભન માટે કચ્છ પ્રખ્યાત છે ત્યારે નાની નાગલપર અંજારની દીકરી દિપીકા હિરાણીએ નવા પ્રયોગ તરીકે કચ્છની દેશી કાંકરેજ ગાય ના ગોબરમાં અમુક બિન રસાયણીક પદાર્થો ભેળવીને ઘરની દિવાલમાં વૃક્ષની વેલ બનાવીને સુશોભિત કરેલ છે.હિંદુ શાસ્ત્રોમાં પવિત્રતા માટે જાણીતું દેશી ગાયનું ગોબર હકારાત્મક ઉર્જા ની ઓરા વધારતું હોવાનાં પ્રમાણોથી આ સુશોભન આજુબાજુના વિસ્તારમાં ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
દેશી ગાયનું ગોબર હકારાત્મક ઉર્જાની ઓરા વધારતું હોવાનો મત
પેઇન્ટિંગ અને મડવર્ક વિષયે થોડું ઘણું જાણતાં ગૃહિણી બહેનો જો પહેલ કરે તો આવકના સાધન સાથે આત્મનિર્ભર બની શકે છે અને ગોબરનું મહત્વ વધવાથી દુધ દોહીને રસ્તે તરછોડી દેવાતી ગાયને પણ ફરીથી યોગ્ય સ્થાન મળી શકે છે.