પકડાયેલ બોગસ તબીબનો ભાઈ પણ અન્યના નામે મેડિકલ સ્ટોર ચલાવતો હતો
Bhuj news: ભુજ તાલુકાના ઝૂરા ગામે સૈયદ ક્લિનિક પાટીયુ લગાડીને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે રેન્જ I.G. ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ S.P. સાગર બાગમારેની સુચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસની LCB શાખાના P.I. એસ. એન. ચુડાસમા અને સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારી અને તેમની ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી ઝૂરા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હાસમસા હયાતસા સૈયદ નામનો ઈસમ સૈયદ ક્લિનિક નામનું દવાખાનુ ચલાવી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેની સૈયદ ક્લિનિક પર દરોડો પાડી હાસમસા સૈયદને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં પકડી પાડ્યો હતો. આ ઉપરાંત તેનો પિતરાઇ ભાઈ હબીબસા અબ્દુલ રસુલશા સૈયદ કોઈ ભરત રમણલાલ પટેલના નામના મેડિકલ સર્ટિફિકેટના આધારે મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું બહાર આવ્યું આવતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ બંને દરોડામાં જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી માધાપર પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો.