સંગઠન મંત્રી રમેશભાઇ નાભાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં યુવાનો વચનબઘ્ધ થયા
ભુજ સર્કિટ હાઉસ ખાતે તાજેતરમાં ‘આપ’ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાના અઘ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપ-કોંગ્રેસમુકત કરવા યુવાનો વચનબઘ્ધ થયા હતા. આ સાથે જીલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચુંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ સાથે ઉમેદવારો ના યાદી નક્કી કરવા અત્યાર થી જ ચૂંટણી ની તૈયારી નું બ્યુગલ વગાડવામાં આવ્યું.. હતુ પાર્ટીની મુખ્ય વિચાર ધારા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારત બનાવવા નું સપનું સાકાર કરવા યુવાનો પાર્ટી મા જોડાયા હતા.. આવનારા દિવસો માં ભાજપ કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું વચન યુવાનો આપી અને કામે લાગી જવા જણાવ્યું હતું..પાર્ટી ના કાર્યાલય ને માંડવી ,નલિયા, ભુજ મા ચાલુ કરવાનો પ્લાન ગડવા મા આવ્યો હતો . સમીક્ષા બેઠક માં સંગઠન તેમજ આવનાર સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવાર ની સમીક્ષા બેઠક યોજાઇ આજ રોજ બેઠકમાં મુદ્રા, અબડાસા,લખપત તાલુકામાં વરસાદ વધારે હોવાથી ત્યાંના કાર્યકરો તેમજ હોદ્દેદારો અને ઉમેદવારો મીટીંગ માં હાજર રહીના શક્યા. પરંતુ મીટીંગ ની અંદર જિલ્લા સંગઠન મંત્રી ગીરીરાજ સિંહ જાડેજા અને ગુજરાત સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી એ બધાની સમીક્ષા તેમજ ઉમેદવારો ને માહિતી માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે ભુજ તાલુકાના કિશાન મોરચાના પુર્વ પ્રમુખ રાજેશભાઈ પીન્ડોરીયા તેમજ નખત્રાણા તાલુકાના વિરાણી ગામના અબ્દુલ ભાઈ લંગા તેમજ નખત્રાણાના મુકેશભાઈ સીઝૂ , રમેશભાઈ સીઝૂ, માધાપર થી અમૃતભાઈ પિત્રોડા આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા સાથે સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી ના હસ્તે જોડાયા.
તેમજ આજે મીટીંગ માં તાલુકા અને શહેર લેવલે પ્રભારી તરીકે જિલ્લા ટીમ ના હોદેદારો ને જવાબદારી આપવામાં આવી.
જેમાં ભુજ : ચિંતનભાઈ ઠક્કર, માંડવી : વૈભવ શાહ, ભુજ તાલુકા : રાજેશભાઈ પીન્ડોરીયા, માંડવી તાલુકા: ગીરીરાજ સિંહ જાડેજા, અબડાસા તાલુકા: રોહિતભાઈ ગોર, મુદ્રા તાલુકા : ઇબ્રાહિમ ભાઈ તુર્ક, નખત્રાણા/લખપત તાલુકા: યોગેશ પોકારનો સમાવેશ થાય છે.
જેમાં કચ્છ પ્રભારી યોગેશ પોકાર, પ્રમુખ દતેસ ભાવસાર, ડો. નેહલ વૈદ્ય, રોહિત ગોર, ઇબ્રાહિમ ભાઈ તુર્ક, ગિરિરાજસિંહ જાડેજા, લાલાભાઈ ઠાકોર, ચિંતનભાઈ, શીતલબેન, જયદીપસિંહ જાડેજા માંડવીથી, નખત્રાણા થી,ભુજ થી સક્રિય કાર્યકરો તેમજ ઉમેદવારો જોડાયા હતા. મહામંત્રી રોહિત ભાઈ ગોર એ આભાર વિધિ કરી હતી.