ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર શહેરના વિવિધ વિસ્તારમાં પાણીમાં વ્યક્તિઓ ફસાયા હોવાનો કોલ કરાયો હતો.
હમીરસર તળાવનું પાણી ભુજ શહેરના ગાંધીનગરી, સનજોગનગર, આશાપુરા નગરમાં ફરી વળ્યાં હતા જેના કારણે કમર તેમજ છાતી સમા પાણી વિવિધ વિસ્તારોમાં ભરાયા હતા. જેમાં 15 જેટલા વ્યક્તિઓ ઘરમાં ફસાયેલા હતા તેઓને હેમ ખેમ રીતે સહી સલામત રીતે પાણીમાંથી બારે સુરક્ષિત જગ્યાએ પહોંચાડેલ અને આજુ બાજુમાં રહેતા વ્યક્તિઓને મકાન ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ જવાની સૂચના આપેલ. તથા ન્યુ ઉમેદનગર કોલોનીમાં એક મકાન ધરાસાઈ થયેલ હતું જેમાં તમામ વ્યક્તિઓ સહીસલામત રીતે બારે નીકળી ગયેલ હતા. આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર, સચિન પરમાર સાથે ભુજ ફાયર વિભાગના તમામ સ્ટાફ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. હજુ પણ રેસ્ક્યુ કોલ સતત ચાલુ છે. જેથી ભુજ ફાયર વિભાગની ટિમ ભુજ શહેરની સુરક્ષામાં ખડે પગે છે.