ભુજમાં સસ્તા સોનામાં છેતરપીંડી કરી હોવાની શંકાએ યુવાનનું ન્યુ સ્ટેશન રોડ પરથી અપહરણ કરી આરોપીઓ ચેન્નાઇ લઈ ગયા હોવાની બાતમીને આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીના 29મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ અંગેની પોલોસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત 11મી જુલાઇના શહેરના ન્યુ સ્ટેશન રોડ પરથી એક ચિટર યુવાન હુઝૈફા અબ્દુલમજીદ લાંગાયને ચાર શખ્સો ઉઠાવી ગયા હતા, જે અપહરણ કેસમાં ચેન્નઈથી પકડાયેલા જ્હોન આરોકીયાસામી વિયાકુલમ અને જ્હોન અરુલાનાથમ નામના બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, બને અરોપીના 29મી સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.
ન્યુ સ્ટેશન રોડ પરથી સફેદ કલરની કારમાં આવેલા અને ક્રાઇમ બ્રાંચના સભ્ય હોવાની ઓળખ આપી એક ચિટર ટોળકીના યુવકને ઉઠાવી જવાયો હતો, જે બનાવમાં ભારે અસમંજસતા વચ્ચે એલસીબીની ટીમ ચેન્નઈ પહોંચી હતી અને ત્યાંની પોલીસને સાથે રાખી લોકેશન ટ્રેસ કરી હુઝેફા લાંગાય નામના યુવકને અપહરણકારોના બંધકમાંથી છોડાવ્યો હતો અને બે આરોપીને પકડી ટીમ ભુજ આવી હતી.
અપહરણના કેસમાં પોલીસે ચેન્નાઈથી જ્હોન વિયાકુલમ અને જ્હોન અરુલાનાથમ નામના બે શખ્સોની અટકાયત કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કર્યા હતા જેથી કોર્ટે 29મી સુધીના બંને આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું એલસીબી પીઆઇ રાણાએ જણાવ્યું હતું. ભુજના ચીટર યુવકો આરોપી અથવા તેમના સંબંધી અને આર્મીના ઓફિસર સાથે ચીટીંગ કરી હોવાની વાતો વહેતી થઇ છે ત્યારે આરોપી પણ રિમાન્ડ દરમિયાન કયા કારણોસર અપહરણ કર્યું તેની વિગત સામે આવ્યા બાદ ભુજના ચિટરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાય તો નવાઈની વાત નથી.