પાર્ટીના જિલ્લા પ્રભારી, યોગેશ પોકાર, સંગઠનમંત્રી ગીરીરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ દર્શન કરી મંદિરનાં ઈતિહાસની માહિતી મેળવી
કચ્છ જિલ્લાનાં નખત્રાણા તાલુકાના લાખાડી ગામના પુઅરેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવવા આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. શ્રાવણ માસના અંતે આપ પાર્ટીના જિલ્લા પ્રભારી સંગઠનમંત્રી અને નખત્રાણાના તાલુકા પ્રમુખ સહિતના આગેવાનોએ પુઅરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને મંદિરનાં ઈતિહાસની માહિતી મેળવી હતી.
અહીં ના સંચાલકો સાથે આ ધાર્મિક સ્થળ નો વિકાસ તેમજ જીણોધ્ધાર (અધુરા રહેલ કામ )બાબતે ચર્ચા વિચારણા થઇ અને જાણવા મલ્યું કે અહીં આ મંદિર પુરાતત્વ ખાતાના નેજા હેઠળ આવે છે…આ મંદિર ના વિકાસ બાબતે ભાજપ અને કોંગ્રેસ ના મોટા મોટા નેતા ૧૭ માર્ચ ૨૦૧૭ના દિવસે શીવકથામાં ભાજપના મોટા ગજાના નેતા તારાચંદભાઈ છેડા ,તેમજ ચાલુ સાંસદ વિનોદ ભાઈ ચાવડા તેમજ હાલના અબડાસા વિધાનસભા ના બળવાખોર પુર્વ ધારાસભ્ય પધ્યુમનસિહ જાડેજા અને રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર એ મોટા મોટા વાયદાઓ આપી અહીં ની ધર્મપ્રેમી જનતા ને ભક્તોને ગુમરાહ કરી છે આવનાર સમય આમ આદમી પાર્ટી આ મંદિર ની તમામ માહિતી પુરાતત્વ ખાતા અને પ્રવાસન ખાતાના અધિકારીઓ તેમજ મંત્રીઓ પાસે જઈ આ મંદિર ના કામ બાબતે ચર્ચા કરશે અને અટકેલા અધુરા કામ બાબતે ચેતવણી આપશે…આ ધર્મ પ્રેમી જનતા અને ભક્તોને આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના પ્રભારી યોગેશ પોકાર અને સંગઠન મંત્રી ગીરીરાજ સિંહ જાડેજા અને નખત્રાણા તાલુકાના પ્રમુખ રવીભાઇ પોકાર તેમજ લાખાડી ગામના જ નખત્રાણા તાલુકા ના યુવા પ્રમુખ જયદીપ સિંહ જાડેજા દ્વારા મંદિરનું નિર્માણ સત્વરે ચાલું કરવા તમામ પ્રકારના પ્રયાસો જેવા કે ધરણાં આંદોલન કરવા માટે ખાત્રી આપવામાં આવી છે…તેવુ ગીરીરાજ સિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે