મૃતકોના નામ મામલતદાર કચેરીએ મોકલી આપવા અનુરોધ
ભુજ-કચ્છના 2001ના ભયાવહ ભૂકંપમાં મૃત્યુ પામેલાઓની સ્મૃતીમાં સ્મૃતીવન, મ્યુઝીયમ દ્વારાકાયમી સ્મૃતી ઉભી કરાશે.
ગુજરાત રાજય આપતી વ્યવસ્થાપન મંળ ગાંધીનગરના મુખ્ય અધિકારી દ્વારા પત્ર પાઠવી 2001ના ધરતીકંપમાં સ્વર્ગસ્થ પામેલસદગત વ્યકિતઓને શ્રધ્ધાંજલી સ્વરૂપે તેમના પરિવારજનોદ્વારા વૃક્ષારોપણ ભજન કાર્યક્રમ ચેકડેમ ટુર અને સ્મૃતિવન અર્થકવેક મેમોરીયલ મ્યુઝીયમની મુલાકાત જેવા કાર્યક્રમો આયોજીત કરવાનું પ્રાયોજન વિચારાધીન છે.
આ માટે કલેકટર કચ્છ (ભૂજ)ની સૂચનાનુસાર ભચાઉ તાલુકા તથા ભચાઉ શહેરનાં તમામ નાગરીકોને ભૂકંપમાં મૃત્યુ પામેલ સદગતના સગાઓની માહિતીજેવીકે સગાનું પુરૂનામ સંબંધ, હાલનું પુરૂ સરનામું અને મોબાઈલ નંબર વગેરે ભચાઉ શહેરની માહિતી મામલતદાર કચેરી અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની માહિતી તાલુકાવિકાસ અધિકારી, ભચાઉની કચેરીએ રૂબરૂમાં તા.5.1 સુધીમાં મોકલી આપવા જે.એચ.પાણ,મામલતદાર ભચાઉ દ્વારા અનુરોધ કરાયેલ છે.