• મદનપુરના રસ્તે ક્લિનર વગરનું મોટું ટ્રેઇલર ઉથલ્યું
  • ૧૧ કિલો વોટની મોટી વીજ લાઈનના કરંટથી બેદરકાર ડ્રાયવરનો જીવ બચ્યો

ભુજ ન્યૂઝ : ભુજ તાલુકાના મદનપુર ગામે શિવ પારસ રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાંથી પસાર થતા વાડી વિસ્તારના અતિ સાંકડા આંતરિક રોડ ઉપર ડ્રાયવર વગર વિચાર્યે 40 ફૂટ લાંબા મહાકાય કન્ટેઇનર સાથેનું માલવાહક ટ્રેઇલર ઘૂસાડી દેતાં  ટ્રેઇલરના પાછળના પૈડાં રોડની અડોઅડ આવેલ પાણી નિકાલના નાળાંની અંદર ફસાઇ જતાં કન્ટેઇનર બાજુની વાડીની દિવાલ ઉપર ઉથલી પડતાં દિવાલ ધસાઇ પડેલ હતી.c0e81814 c902 47c3 8fd7 30e4fe205f4d

ટ્રેઇલરની ઉંચાઇ વધુ હોવાથી આ જગ્યાએ ઉપરથી પસાર થતી હાઇ વોલ્ટેજની વિજળીની લાઇન કન્ટેઇનરને અડી જતાં સ્થાનિક વિસ્તારથી અજાણ્યા પરપ્રાંતિય ડ્રાઇવરને પણ કરંટનો ભારે આંચકો લાગેલ અને થોડો સમય શરીરનું સંતુલન ગુમાવતાં નજીકમાં રહેતાં ગામ લોકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ લઇ ગયેલ હતાં.fff06697 045e 402a 82af 222ad025504f

સ્થાનિક વાડીઓની અવરજવર માટેના આ સાંકડા રસ્તામાં તાજેતરમાં જ ડામર પથરાતાં શોર્ટકટ માટે રસ્તાની ક્ષમતાથી અતિ વધુ વજનનાં વાહનો પસાર થવા લાગ્યાં હોઇ રસ્તાને પણ ભારે નુકસાન થઇ રહ્યું હોવાથી આ રસ્તે બંને બાજુ ટ્રક જેવાં ભારે માલવાહક વાહનોના પ્રતિબંધ માટે લોખંડના થાંભલાઓ ખોડી દેવાય તેવી ગ્રામજનોની માંગણી છે.

નવિનગિરિ ગોસ્વામિ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.