શહેરના બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એસ.બી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ માધાપર ચોકી વિસ્તારમા હતા. તે દરમ્યાન પો.હે. કોન્સ. સુરજભાઇ વેગડાની બાતમીના આધારે હરીઓમ પાર્કમાથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હાથ ધરી છે. જેમાં આરોપી પુનમબેન હાર્દીકભાઇ ગોસ્વામી ઉ.વ .૨૧ રહે . હરીઓમપાર્ક માધાપર તા. ભુજ, અને ધર્મીષ્ઠાબેન અશોકભાઇ શાહ ઉ.વ .૪૪ રહે. હરીઓમપાર્ક પાણીના ટાંકાની સામે માધાપર તા.ભુજના કબજામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ ૧૨૦ કિંમત રૂપિયા ૪૮૦૦૦ તથા મોટરસાયકલ નંગ બે કિંમત રૂ.૫૦,૦૦૦ તેમજ મોબાઇલ નં ૨ કિંમત રૂપિયા ૭૦૦૦ એમ કુલ રૂપિયા ૧,૦૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે આરોપી હાર્દીક ઉમેશગર ગોસ્વામી રહે. હરીઓમપાર્ક માધાપર તા.ભુજને ઝડપી પાડી પોલીસે ત્રણે આરોપીઓના ભજ્ઞદશમ-૧૯ની તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ મુદ્દામાલ આરોપીઓએ કોનીપાસેથી ખરીદ્યો હતો અને કોને આપવાની હતી તેમજ મોબાઈલ કોલ ડિટેલ પણ ચકાસણી હાથ ધરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.
Trending
- મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે મોટી બોટ દુર્ઘટનામાં 3ના મોત, 5 ગુમ
- Lookback 2024 Sports: ક્રિકેટની ટોપ 5 અવિસ્મરણીય ક્ષણો
- ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો
- પોલીસ સાયકલ યાત્રી: ‘મેરા સપના, સાયકલ પે શિવયાત્રા’
- કેશોદ: સીંગદાણાના ઉદ્યોગમાં મંદી આવતા હાલાકી પડી રહી હોવાના કારખાનેદારોના આક્ષેપો
- ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનો અધિકાર ભાવના કરતાં કર્તવ્ય પરાયણતાને સ્થાન આપે: રાજયપાલ
- દાહોદ: લીમખેડામાં MLA શૈલેષ ભાભોરના હસ્તે નવીન ડામર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું
- જૈન આચાર્ય લોકેશજીનું “ભારત ગૌરવ પુરસ્કાર”થી સન્માન કરાયું