ખાણમાં ખોદકામ કરતી વેળાએ 50 ફૂટેથી પથ્થરો પડતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી: પથ્થરો નીચે પડતાં બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક પણ દટાયા
ભુજના ખાવડા નજીકના રતળિયા પાસે આવેલા મોટા પૈયા ગામની સિમમાં ગઈકાલે શુક્રવાર સાંજે 6.30ની આસપાસ એક ગોઝારી ઘટના બની હતી જેમાં માઇન સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની કામગીરી ચાલી રહી હતી.તે દરમિયાન 50ફૂટ ઊંચા ડુંગર પરથી ભારેખમ પથ્થરો તૂટી નીચે પડતા બે હિતાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર દટાયા હતા જેમાં કામ કરી રહેલા ચાર શ્રમિકોમાંથી ત્રણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભેખડ પડતા મૃતદેહો 20થી 30 ફૂટ જેટલા મલબા તળે દબાઈ જવા પામ્યા છે. જેથી હાલ મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથધરવામાં આવી છે.
બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજના સમયે ભુજના ખાવડા નજીક રતળિયા પાસે માઇન સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની કામગીરી ચાલી રહી હતી.તે દરમિયાન 50ફૂટ ઊંચા ડુંગર પરથી ભારેખમ પથ્થરો તૂટી નીચે પડતા બે હિતાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર દટાયા હતા જેમાં મધ્યપ્રદેશના અશોકકુમાર પટેલ નામના શ્રમજીવી સહિત ત્રણનાં મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં હોસ્પિટલ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
બનાવ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ મોટા પૈયા ગામની માઇન સ્ટોનમાં ડુંગરના મહાકાય પથ્થરો તૂટી પડયાની દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં પ્રાથમિક ધોરણે મધ્યપ્રદેશના ત્રણ શ્રમજીવીના મલબા તળે દબાઈ જવાથી મોત નીપજ્યાં છે. જ્યારે એક ટ્રકમાં ફસાયેલા ચાલક હનીસ સમાંને કાંચ તોડી બહાર આવી જતા તેનો સામાન્ય ઇજા સિવાય બચાવ થયો છે. ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે ભૂજ મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્રની ખબર આપી છે. જોકે ઘટનાની ગંભીરતા એ છે કે, દબાયેલા વાહનો અને મૃતદેહોને બહાર લાવવા અસરલ બન્યા છે કારણ કે આ કામગીરી દરમિયાન હજુ પણ ડુંગરના અન્ય પથ્થરો તૂટીને પડવાનો ભય રહેલો હોવાનું સૂત્રો જાણવી રહ્યા છે.