ભૂદેવ સેવા સમીતી મહીલા પાંખના વિશ્ર્વ મહીલા દિવસ અંતર્ગત બ્રહ્મસમાજમાં જુદા જુદા ક્ષેત્રમાં ઉચ્ચ સિઘ્ધિ હાંસલ કરનાર મહીલાઓને સન્માનીત કરવામાં આવી. જેમાં વિશિષ્ઠ પ્રતિભા નારી રત્નો જેવા કે શ્રેષ્ઠ શિક્ષકો, નાટય કલાક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે બીઝનેશસ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે એન.જી.ઓ. ક્ષેત્રે તથા બ્રહ્મસમાજમાં સૌ પ્રથમ વખત ૫૦ વર્ષથી સમાજ સેવા કરતા બહેનોને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી હેમુ ગઢવી હોલ ખાતે સન્માનીત કરાયા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અલ્કાબેન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, કાશ્મીરાબેન નથવાણી, રક્ષાબેન ત્રિવેદી, કીર્તિબેન દવે, રક્ષાબેન જોશી, પન્નાબેન પંડયા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર જાનકીબેન રાવલે પોતાના વ્યકતત્વમાં આજના નારી દિવસની ઉજવણીમાં બહેનોને અરીસો બતાવવાની હિમત દાખવી હતી. અને આજની નારીને કમાવવાની સ્વતંત્રતા જોય છે પણ સાથે વાપરવા માટેની આવડત પણ સાચી કેળવવી પડશે.કાર્યક્રમનું એન્કરીંગ દર્પણાબેન પંડીત કર્યુ હતું. અને સંચાલન ભાર્ગવીબેન ભટ્ટએ કર્યુ હતું આભાર વિધી ભૂદેવ સેવા સમીતીના રક્ષાબેન ત્રિવેદીના સફળ માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમીતી મહીલા પાંખના બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.