રાજકોટ બ્રહ્મસમાજ દ્વારા આયોજીત સ્વ. અશ્ર્વીનભાઈ મહેતા કપ-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતભર માંથી બ્રહ્મસમાજની ટીમો આવેલ અને તમામ મેચો નોકઆઉટ રાઉન્ડમાં રમાયેલ જેમાં કવાર્ટર ફાઈનલમાં રાજકોટની શારશ્ર્વત ૧૧ અને ભૂદેવ સેવા સમિતિ-૧૧ વચ્ચે યોજાયેલ જેમાં ભૂદેવ સેવા સમિતિ જીતી આગળના સેમીફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી જાની ઈલેવન અને ભુદેવ સેવા સમિતિની નિરસ મુકાબલામાં જાની ઈલેવનને હરાવી ભૂદેવ સેવા સમિતિ ફાઈનલમાં પહોંચી હતી.ફાઈનલમાં જામનગરની દ્વારકેશ ઈલેવન અને ભૂદેવ સેવા સમિતિ ઈલેવનની વચ્ચે કાંટે કી ટકકર જોવા મળેલ. જેમાં ભૂદેવ સેવા સમિતિ ઈલેવન દ્વારા ૧૨ ઓવરમાંથી જંગી ૧૧૯ રન ખડકયા હતા અને જામનગરની દ્વારકેશ ઈલેવનને ૧૨ ઓવરમાં ફકત ૧૦૫ રનમાં સમેટી હતી અને ૧૭ રને રસાકસી ભર્યો મુકાબલો જીતીને ત્રીજી વખત ઓપન ગુજરાત બ્રહ્મસમાજનું ટાઈટલ જીત્યું હતું. જેમાં ફાઈનલમાં મેન ઓફ ધ મેચ ભૂદેવ સેવા સમિતિ ટીમના શનીભાઈ ત્રિવેદી અને મેન ઓફ ધ સીરીઝ હાર્દિક ભટ્ટ ભૂદેવસેવા સમિતિના બનેલ.
ચેમ્પિયન ટીમને સમગ્ર ગુજરાતના બ્રહ્મસમાજના માર્ગદર્શન અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ અને સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલના હસ્તે ટ્રોફી આપવામાં આવેલ હતી અને રાજકોટ મેયર બીનાબેન આચાર્યના હસ્તે મેન ઓફ ઘ મેચ અને મેન ઓફ ધ સીરીઝની ટ્રોફી આપવામાં આવેલ હતી.આ તકે અતુલભાઈ પંડિત પૂર્વ કોર્પોરેટર, કિરીટભાઈ પાઠક, પૂર્વ ડેપ્યુટી રજીસ્ટ્રાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ હિરેનભાઈ મહેતા-રેલ્વે મજદુર સંઘના નેતા, ઔદિચ્ય ઝાલાવાડી સંસ્થાના પ્રમુખ ડો.અતુલભાઈ વ્યાસ, ઉપસ્થિત રહ્યા હતા.