જાતીપ્રથા ભગવાને નહીં, બ્રાહ્મણોએ બનાવી તેવા નિવેદનથી ભડકો
કર્મકાંડી ભૂદેવ સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન: સમગ્ર હિન્દુ સમાજની માફી નહી માંગે તો આંદોલનની ચીમકી
જાતીપ્રથા બ્રાહ્મણોએ બનાવી છે તેવા સંઘના વડા મોહન ભાગવતના નિવેદનથી ભૂદેવોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આજે કર્મકાંડી ભૂદેવ સંગઠનના નેજા હેઠળ ભૂદેવોએ જિલ્લા પંચાયત ચોક ખાતે મોહન ભાગવતનો ફોટો સળગાવ્યો હતો. સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતુ.
આવેદનમાં જણાવાયું હતુ કે થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વડા દ્વારા એવી વાત કહેવામાં આવી કે જાતિ બ્રાહ્મણોએ બનાવી છે ભગવાને નહિ.ભાગવત જી સત્તા નાં મદમાં આવા વક્તવ્યો જેને અનર્ગલ પ્રલાપ કહેવાય તેના માટે જાણીતા છે . તેમણે ભૂતકાળ માં પણ આવા વાકયો નો પ્રયોગ કરેલ જેમાં ” બ્રાહ્મણો એમના પૂર્વજો યે કરેલા પાપો ના પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર રહો . ” જે તેની અસ્થિર માનસિકતા બતાવે છે ત્યાર બાદ લગ્ન યે કોન્ટ્રાક્ટ છે એ પણ તેમનું નિવેદન અત્યંત નિંદનીય છે જે ભારતીય સંસ્કૃતિ ના 16 સંસ્કાર માં નાં એક સંસ્કાર છે તે વિવાહ સંસ્કાર ને પણ કોન્ટ્રાક છે તેમ કહે છે.તેમજ આવા ઘણા નિવેદનો જેમ કે અમે રામ મંદિર નહિ સ્મારક બનાવવા ના છીએ .
સ્મારક કોના હોય ને મંદિર કોના હોય તે પણ ખબર નથી .તેમજ સમલૈંગિકતા તો મહાભારતમાં પણ હતી તે નિવેદન અમે તો ક્યાંય એવું અધ્યયન કર્યું નથી. તેમજ શાસ્ત્ર મા સંશોધન ની જરૂર છે .અરે ભાઈ તમને ન સમજાય તો સંશોધન ની જરૂર ન હોય તેને ગુરુ પાસે બેસીને ભણવા પડે તો સમજાય.તમને નો સમજાય એટલે સંશોધન એમ હોય આ તમારી સંસ્થા નથી જેમાં સંશોધન નિંજરુર હોય.
તેમની જાતિ વિષયક બયાન બાજી માં તેમની બચાવ ટીમ એવો બચાવ કરે છે કે એ પંડિત શબ્દ બ્રાહ્મણ માટે નહિ વિદ્વાનો ના અર્થ મા હતો તો ક્યાં વિદ્વાનો યે જાતિ બનાવી તે કહો.
જાતિ ભગવાન દ્વારા બનાવવામાં આવી છે તેના માટે તમે વેદ માં નું પુરુષ સૂક્ત પુરાણ , રામાયણ , મહાભારત , ગીતા જી માં પ્રમાણ મળે છે.હિન્દુ સંસ્કૃતિનું અપમાન કહેવાતી હિન્દુત્વ વાદી સંસ્થાના વડા દ્વારા કરાયેલ નિવેદન ની સમગ્ર હિન્દુ પાસે માંફી માગે અન્યથા વધુ ઉગ્ર આંદોલન નો માર્ગ અપનાવવો પડશે.