ભૂમિ ત્રિવેદી અને બાદશાહ લઇને આવ્યા છે ગેન્દાફૂલનું ગુજરાતી વર્ઝન, બાદશાહ અને જૅકલિન ફર્નાન્ડિઝનાં ગીત ગેન્દાફૂલનું ગુજરાતી વર્ઝન 30મે ના રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ કરતાંની સાથે જ ભૂમિ ત્રિવેદીએ પોતાનો અનુભવ પણ શૅર કર્યો છે કે ભૂમિએ કેવી રીતે આત્મનિર્ભર બની ગીત માટે કેવી કેવી તૈયારીઓ કરી છે.
ભૂમિ ત્રિવેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે પોતાના ગીત ગેન્દા ફૂલના ગુજરાતી વર્ઝનના બીહાઇન્ડ ધ સીનની એક ફોટો શૅર કરી છે અને સાથે લખ્યું છે કે, “આવું છે મારું વર્ક ફ્રોમ હોમ કંઇક આ રીતનું દેખાય છે. ગેન્દા ફૂલનાં ગુજરાતી વર્ઝનની બીહાઇન્ડ ધ સીનની એક ફોટો. ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત પણ…”
A post shared by BhoomiTrivedi (@bhoomitrivediofficial) on
તેણે એ પણ જણાવ્યું છે કે મેકઅપથી લઈને કૉસ્ચ્યુમ, લાઇટિંગ અને સેટ ડિઝાઇનિંગ તેમજ ઘરમાં રહેલી વસ્તુઓને ખસેડવી તેમજ જગ્યા પર રાખવી આ બધું તેણે કેવી રીતે મેનેજ કર્યું છે. કઈ રીતે તેણે ફક્ત ચાય અને પીનટ બટર પર અમુક દિવસો પસાર કર્યા છે. આ સાથે જ ભૂમિ ત્રિવેદી ઉમેરે છે કે, “આ લૉકડાઉનને કારણે જ મને મારી ક્ષમતા ખબર પડી અને હું આત્મનિર્ભર બની એટલું જ નહીં આ બધું કરવું એક મોટો પડકાર રહ્યું અને આવું મેં આ પહેલા ક્યારેય નહોતું કર્યું.”
ભૂમિ ત્રિવેદીએ ઘરે રહીને શૂટિંગ કર્યું તેમજ પોતાનો વૉઇસ રેકૉર્ડ કર્યો પણ આ બધું જ ગીતમાં સરસ રીતે ગોઠવાય અને દેખાય તે માટે ઘણાં લોકોની ઘણી મહેનત હોય છે તે બદલ મારી આખી ટીમની હું આભારી છું.