એકવાર ભગવાન પશુપતિ નાથે માતા પાર્વતીને કહ્યું, નપ્રિયે પૃથ્વી લોકમાં જઈ માનવને મળવાનું મને બહુ મન થયું છે. એને આપેલા દિવ્ય વરદાનથી એ કેટલો સંતુષ્ટ હશે. નિજી સંતુષ્ટીની સાથે તે અન્યની સેવામાં પણ કેટલો રત હશે તે જોઈ આવું અને તેની કલ્યાણ મયી પ્રવૃત્તિના વખાણ કરી અન્ય પણ વરદાન આપતો આવું.
ત્યારે માતા પાર્વતી અકળાઈને બોલ્યા, નાથ કયાંય નથી જવું તમારો બનાવેલો માનવ તોતમને પણ બનાવે છે. પોતાના નિજી કર્તવ્યને તો તેણે તિલાંજલી આપી દીધી છે. તેનો પોતાના સ્વાર્થમાં જ રચ્યો પચ્યો રહે છે. પોતનો સ્વાર્થસાધવા તે ગમે તેટલી નિમ્ન કક્ષાએ જઈ શકે છે.તેવી તેની મનોવૃત્તિ થઈ ગઈ છે. માણસ માણસને જ મારે છે. આવા સ્વાર્થ પરાયણ લોકોને મળીને તમારે શું કરવું છે? નાહક ના તમ્યે દુ:ખી દુ:ખી થઈ જશો. પણ ભગવાન ભોળા ન માન્યા તેને પોતાના બનાવેલા માનવી ઉપર પૂર્ણ ભરોસો હતો, ભીત્તર વિશ્ર્વાસ ભરેલો હતો, તેઓ તો તેને મળવા પૃથ્વી લોક પર આવવાની તૈયારી આરંભી, ત્યારે કટાક્ષમાં મા પાર્વતીએ કહ્યું જાવ તમારા બનાવેલાને મળવા જાવ છો તો તેને સુધાર્યા વિના પાછા આવતા નહી.
તેને સત્ માર્ગે વાળીને જ પરત આવજો. ત્યારે ભોળાનાથે કહ્યું એ કયાં બગડેલા છે. કે સુધારવા પડે છતા તમો કહો છો તો જરૂર હું સુધારીને જ આવીશ. પશુપતિનાથ તો આવ્યા પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર ભગવાન પશુપતિનાથની પધરામણી થઈ જાણી માનવ મહેરામણ ઉમટયું પોતાની મુશ્કેલીઓ દૂર કરવા મનોકામના પૂર્ણ કરાવા નીત નવી માંગણીઓમૂકવા લાગ્યા ભગવાને ધર્મ-કર્તવ્યની વાતો કરી પણ માનવે એકેય વાત ચિત ન ધરી એને તો પોતાની ઈચ્છા પૂર્તિંજ રસ હતો. તેમણે તેમની જ માંગણી બસ કર્યા કરી, ત્યારે ભગવાન ભોળાનાથે ફરી કહ્યું તેમને સ્વસ્થ સાધન સંપન્ન કરી પૃથ્વી પર મોકલ્યા છે.
અહી પણ પ્રકૃત્તિ દ્વારા આટલી બધી સંપદા તમને મળે છે, તમે તેમાં સંતોષ માની તમારા કર્તવ્ય ધર્મનું પાલન કરો તો સુખ સ્વયંમ્ આવશષ અને તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. પણ માનવીને આવી વાતોમાં કે, સાચા ધર્મ-કર્મમાં કોઈ રસ નોતો, એને તોપોતાની વધારેમાં વધારે મનોકામના પૂર્ણ થાય એમાજ રસ હતો અને એમાંજ તે રત હતો. આથી ભગવાન અકળાઈ ગયા, ત્યાંથી પરત ચાલ્યા જવાનું મન થયું, પણ જાય તોજાય કયાં? પાર્વતીજીને તોવચન આપ્યું હતુ કે, હું માનવને સુધારીને જ આવીશ એટલેઉપર પણ ન જઈ જશકે !! ભગવાન તો બરાબરના મુંઝાયા અને કોઈ ન આવે ન મળે એ રીતે આશુતોષ અમરનાથ થઈ એકાંતમાં બેઠા માનવ જાતને સુધારવાના અબળખામા ભોઠા પડી!
પણ માનવ જેવું નામ એ કંઈ આમ છોડે તે તો દોડયો અમરનાથ તરફ ત્યાં જઈને પણ પુત્ર-પૌત્રી, ધન, દોલત સત્તા, મત્તાની માંગણી મહાદેવ પાસે કરવા લાગ્યા આટલા દૂરથી આપના દર્શને આવ્યા છીએ, આશુતોષ અમારી આટલી ઈચ્છા જરૂર પૂર્ણ કરજો ભગવાન ભોળાનાથ તોઅકડાયા, ખરા મુંઝાયા, કે હવે શું કરવું? તેઓ ત્યાંથી પણ ભાગ્યા જઈ બેઠા કૈલાશ પર વિચાયુર્ં કે, અહી કોણ આવશે, અહીંતો જે મારો સાચો ભકત હશે એજ આવશે જેને ધર્મ-કર્મ જ્ઞાનમાં રસ હશે એજ પધારશે.