ચારણ કુળજ નહીં પરંતુ મોગલ માં અઢારે વરણની
‘મોગલ માં તુ ધીમો ધણી
મોગલ માને બાપ
માડિ તાજા, હાજા હૌને રાખજે
બધો છે મોગલ માંનો પ્રતાપ
મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માંના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ માં’ ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.
માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માંના લગ્ન ૪૦ વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.
માતાજી ગાડા, ધોડા પર માંની જાન આવી હતી. માંને કામમાં ૧૫ જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમય દિકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માંના લગ્ન એ સમય અખાત્રીજના થયા.
પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પુછયા પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી સાડા તેરસો વર્ષ પહેલા મંત્ર યુગ હતો.
વાંજીએ ચારણને કીધું કે ‘બાપુ હું કઈક જાણું છું’ એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ ? ત્યારે વાંજીએ અળદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડા ઉંચા પકડી દુધમાં ઢફળ ઢફળ હાલવા માંડયા અને સાથો સાથ મોગલમાં પણ હાલવા માંડયા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુઘ્ધી નથી. નકકર આવું ન કરે.
આ પરચો વાંજીએ દેખાડયો અને અળદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલ માંના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ-નગારા લઈને આવ્યા.
પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે ‘દસૈયુ’ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે પરંતુ મોગલ માંએ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે ‘સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ’ એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોનાં રીત-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માંનો ભ્રમર ફર્યા અને માંએ સામે નજર કરી કહ્યું, ‘એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી’ ઉપરાંત કહ્યું કે આઈ માંને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી.
લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી અને ત્યારે માં કોપાયમાન થયા, માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું.
કાંકળવાળી લેર કરે’
(ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું)
મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.
મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.
ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.
‘તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો
મોળી મોગલ માને કાજે, આઈ ડાઢાળીને કાજે’
ઉપર મુજબની ચરજુ ચારણોમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધળી જાય અને ન ધુણતા હોય એય ધુણવા લાગે. આ આર્ત નાદની તાકાત છે આર્તનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને ચારણની ધાબળી માંની તાકાત છે કે ‘ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય’.
ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના ૨૧ નામની પુસ્તિકા બહાર પાડી છે.
મોગલ માંના ૨૧ નામ એટલે મુંગુઆઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ. ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે. ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.
ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે, નવ લાખ લોબળીયાળીના કુલ બે થળા આવેલ છે. એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડ માં છે. ભારતમાં આ બંને મુખ્ય થળા છે. ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ, સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય. વોંધનો નવ લાખનો ઈતિહાસ જણાવતા કહ્યું કે વોંધનો ઈતિહાસ એ સરધાર સાથે જોડાયેલ છે.
એક સમય હતો જયારે સરધાર પર બાકર ખાનું રાજ હતું. બાકરખા ખુબ જ અકર્મી માણસ હતો તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી. આવા સમયે આઈ જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ, ગઢવી, રબારી ગામમાં દુધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દુધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવણી પર પડી અને આઈ તો રૂપ રૂપનાં અંબાર જેવા હતા એટલે વાણીયાને તમામ વાતની જાણ થઈ ગઈ.
તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આતો ખોટું થઈ ગયું. દુષ્ટની નજર આઈ પર પડી ગઈ છે ત્યારે આવા કપરા સમયે આઈ જીવણી નિડરતાપૂર્વક બોલ્યા કે, ભલે ને આવે રાજા આપણે એમાં શું બીવાનું ? આપણે તો ચારણ છીએ. આવા સમયે બાકરખાના માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે, ચાલો બાકરખા બોલાવે છે તે સમયે નિડરતાપૂર્વક આઈ ચાલ્યા અને ધળ ધળ કરતા ઉપર ચડયા એટલે દ્વારયાળો એ સંદેશો પાઠવ્યો કે પેલી છોકરી નીડરતાપૂર્વક આવે છે
ત્યારે બકરખા સમજયા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખુ સરધાર જોવે તેમ બાકરખાનને ઉંધો પછાડયો ત્યારે બાકરખાએ માંની માફી માંગી ત્યારે આઈ બોલ્યા કે, ‘મારા થાનક હારે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ ગાઠીયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવા મટી જાશે’ અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો. તમામ સમાજ આવી માંને પ્રાર્થના કરી કે માં હવે શાંત થાવ તો ત્યારથી માંનું નામ સિંહમોઈ પડયું.
એના માટે એક છંદ છે
‘ઓ હરણ કારણ આઈ,
બાકર માર્યો બાઈ’
આવા સમયે ધાના નૈયા એટલે આઈ જીવણીના પિતા આવી પગે લાગવા માંડયા કે આઈ હવે ઘરે હાલો માં શાંત થાવ. તે સમયે જીવણી આઈએ ઘરે જવાની ના પાડી દીધી અને અંતર ધ્યાન થવાનું જાહેર કર્યું. ચારણે છેલ્લે વાત કરી કે માં ગમે તેમ તોય હું તારો બાપ છું, મારું માનવું પડે તો તું ઘરે હાલ પરંતુ માં એ ના પાડી છેલ્લે માંનો બાપુને બાપુને કરગળતો જોઈ માં જીવણી એવું બોલ્યા કે ‘તમારી ભાવના મારામાં રઈ ગઈ છે. અને દિકરી તરીકે જોવી જ છે. તો કચ્છમાં અવતાર લઈશ અને જશું નામ હશે’ આટલું કહ્યું અનો ત્યાં મળશું તેવુ જણાવ્યું ત્યારબાદ આઈ જીવણીએ ભચાઉ તાલુકાના વોંઘ ગામમાં જન્મ લીધો ત્યાં વિકલ શાખાના હાંગા વિકલને ત્યાં જન્મ લીધો તે સમયે ભચાઉ સામખીયારી વચ્ચે ૨૦ થી ૨૨ કિલોમીટરનું અંતર એટલે વાણીયા દ્વારા ગઢવીને ચરજ કરવામાં આવી કે જો ગઢવી વચ્ચે નેસડા બાંધે તો સંતો ત્યાં અપાસરો મળી શકે હાલ પણ ત્યાં મોટો અપાસરો જોવા મળે છે.
ઉપરાંત જીવણી આઈના પિતાએ પુછયું કે ક્ચ્છમાં ઘણી જશુહોય માં મારે ઓળખવી કેમ ત્યારે આઈમાં બોલ્યા કે જયાં સુધી તમે નઈ આવું કંઈ બોલીશ નહિ અને માથે ધાબળી પણ નહી ઓઢુ આવી નીશાની આપી. ૧૦ થી ૧૨ વર્ષ થયા એટલે ધાના નૈયા કચ્છનાંક પ્રવાસે નીકળ્યા અને તેઓ વિકલ નેસમાં પહોચ્યા ત્યારે કચ્છનાં ગઢવીએ જણાવ્યું કે તમે લાગો હવે તો કાઠીયાવાડનું ક્યું ગામ તમારૂ? ત્યારે ધાનાનૈયા બોલ્યા કે રાજકોટ નજીક સરધારથી આવું છું ત્યારે હાંગા વિકલ અને બાકીનાં લોકો બોલ્યા કે ત્યાં તો જીવણી આઈ ધાના નૈયાને ત્યા અવતર્યા છે.
ત્યારે ધાના નૈયા બોલ્યા કે હું આઈ જીવણીનો બાપ છું અને હવે જીવણીની તલાશે આવ્યું છે. અને રોવા માંડયા ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરાવીએ તમે ખાલી બોલો કે કયાં જવું છે ત્યારે ધાના નૈયા બોલ્યા કેહું તો માત્ર મારી દિકરી જીવણીની શોધમાં આવ્યો છું જે જશુ નામથી કચ્છમાં આપેલ છું હાંગાવિકલે જણાવ્યું કે મારી દિકરીનું નામ પણ જશુ છે. પણ એ કાંઈ બોલતી નથી અને માથે ઓઢતી પણ નથી ત્યારે ધાનાનૈયાએ કહ્યું કે હવે તો મારે મડવું છે. ત્યારે ધાના નૈયા ગયા અને જશુ બોલી અને ધાબળી ઓઢી ધાના નૈયાને વળગી ગઈ.
સમય પછીના છ મહિનામાંખૂબજ યાત્રાળુ આવવા માંડયા અને આઈને નિવેદ ચડાવવા માંડયા જેમજેમ સમય જતો રહ્યો કોઈ ખબર ના પડી સમય એવો થયો કે હવે ભૂજનાં રાજાનાં બહેનને ઈડરમાં પરણાવ્યા હતા પરંતુ ઈડરનાં રાજાને બીજી સ્ત્રી પ્રીય હતી તેની સાથે લગ્ન કરી લીધા જેથી ભૂજન રાજકુવરીનું માન ઘટી ગયું તેથી ભૂજનાંરાજાની ચિંતાઓ વધી આ વાત અંગે ભૂનાં રાજાએ તેની બહેનને સંદેશો મોકલ્યો કે તને હેરાન કરનારને ખેદાન મેદાન કરી નાખું તે સાંભળી બહેને ના પાડી કારણ કે યુધ્ધ થાય તો પોતે વિધવા થઈ જાય.
ત્યારે ચારણે કહ્યું કે હવે તમામ બાબત જોઈ લઈશ. ત્યારે રાજા બોલ્યા કે ‘કવિરાજ તમે રસ્તો કાઢસો’ ત્યારે કવિરાજ ગયા ઈડરનાં પહાડ પર બેસી વાંજીત્ર વગાડયુંં તે ઈડરનાં રાજાને ખૂબજ ગમી ગયું અને રાજાએ આદેશ કર્યો કે આ વાજીત્ર વગાડનારને રાજ મહેલમાં લઈ આવો ત્યારે તે ચારણ રાજ મહેલમાં આવ્યા. એટલે ભૂજનાં રાજકુંમારી કચ્છનાં પહેરવેશ પરથી ઓળખી ગયા કે માણસ કચ્છના છે એટલે રાણીએ તે માણસને બોલાવ્યા. અને તેની સાથે વાત કરીને જણાવ્યું કે રાજાને તે કચ્છથી આવે છે. તેવી વાત ન કરે.
પછી રાજાએ તે ચારણને બોલાવી યંત્ર વગાડવા કહ્યું ત્યારે ચારણે તાર મેળવ્યા પણ તાર મળ્યા નહિ ત્યારે ચારણે જણાવ્યું કે સાચી ક્ષત્રિયાણીને બેસાડો આ પરસ્ત્રી સામે મારૂ યંત્ર સુર નહિ આપે ત્યારે રાજાએ સાચી ક્ષત્રીયાણીને બેસાડી ઈડરનાં રાજાને યંત્ર વગાડી સંભળાવ્યું રાજા લીન થઈ ગયા. ત્યારે રાજા ધરેણા સોના મહોરો આપવા માંડયા ત્યારે ચારણ બોલ્યો કે મારે ધરેણાની ભૂખ નથી રાજપૂત બોલ્યાકે જે જોય તે બોલો ત્યારે ચારણે કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાંમોહી પરણ્યા છો તેને છોડી સાચી ક્ષત્રીયાણી બેસાડો ત્યારે રાજાએ ચારણનું માન રાખી ક્ષત્રીયાણીને બેસાડયા ચારણ ભૂજ પાછા ફર્યા અને ભૂજનાં રાજાને પત્ર આપો કે રાજકુવરી હવે ઈડરમાં સલામત છે. ત્યારે ભૂજના રાજાએ ઈડર ગયા ત્યારે પરત ફરતા રસ્તામાં વોંઘ આવ્યું ત્યારે તમામ લોકો બોલ્યા કે ભૂજના રાજા આવે છે તો વ્યવસ્થા કરવી પડે.
ત્યારે જશું માં બોલ્યા કે શેમાં આવે છે. ભૂજનો રાજા લોકો બોલ્યા કે રથમાં આવે છે. ત્યારે જશું માં એ ક્હ્યું કે જયાં સુધી ચારણોનાં નેસડા હોય ત્યાં સુધી કોઈપણ વ્યકિત હાથી પર બેસીને ન નીકળી શકે. આ સંદેશો ભૂજનં રાજા સુધી પહોચ્યો અને રાજાને ખબર પડી બાર તેર વર્ષની ચારણની દિકરી આ બોલે છે. ત્યારે રાજા આ ચારણી આઈના દર્શને ગયા ત્યારે રાજા બોલ્યાકે ભૂજીયા નાગને વસમાં કરો તો હું માનું ત્યારે આઈ ભુજીયા નાગને દુધ પીવડાવવાક ગયા અને નાગ દુધ પીને નાગ ફરી રાફળામાં જતો રહ્યો.
અને ત્યારે જશું આઈને થયું કેવે દુનિયા સમક્ષ ના રહેવાય એટલે માતાજી એ ધરતીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો ત્યારે નવલાખ લોબળીયાળીયું આવી અને આઈને ધન્યવાદ પાઠવતા કહ્યું કે આઈ તેતો ચારણ સમાજની લાજ રાખી અને જશુ માને કંઈક માગવા માટે કહ્યું પણ જશુ આઈ બોલ્યા કે મારે બસ આશિર્વાદ જોઈએ ત્યારે તમામ આઈનાં જબદસ્ત બદલી આઈ જશુએ માંગ્યું કે ‘મારી સાથે તમે નવેલાખ આઈ અહિયા વાસ કરો’ ત્યારથી વોંઘમાં પણ નવલાખનો થળો છે.
ઘનશ્યામગીરી બાપુનો ઈતિહાસ
ઘનશ્યામગીરી બાપુ એ શરૂઆતથી જ પોતે મોગલમાં માટે જ છે. તેવું જણાવ્યું અને તેમના ગૂરૂ રાધામાં છે. તેમણે નવ જેટલી જગ્યાઓ બદલી છે. તેમના ગૂરૂ માં પાસે તેમણે વરસાન માંગ્યું કે ‘બાપુ ખૂબજ ક્રોધિત છે. એટલે કોઈને શ્રાપ આપે તો તે શ્રાપ ન લાગે અને તેઓ નવ મંદિર બનાવે તેવી ઈચ્છા વ્યકિત કરી બાપુએ ગાંગીઘરો, વોંઘનો અખાડો, સાતબેનનું મંદિર જેવા અનેક સ્થાનોએ બાપુએ પ્રવાસ કરી મંદિરો બનાવ્યા છે. હવે દેવસુર ઘાંઘડીયાથી ભીમરાણા ખાતે જ સાડા છ લાખની મૂર્તિ તેઓ બનાવવાના છે.આમ મોગલમાનો ઈતિહાસ ઘનશ્યામ ગીરી બાપુએ જણાવ્યું સાથોસાથ નવલાખના થળા વિશે પણ અનેકવિધ માહિતીઓ આપી.