કોરેગાંવ-ભીમ હિંસા મામલે ધરપકડ કરાયેલાં 5 માનવાધિકાર કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી અને તેમની ધરપકડ મામલે SIT તપાસની માગવાળી ઈતિહાસકાર રોમિલા થાપર અને અન્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતાં તમામ પાંચેય કાર્યકર્તાઓને વધુ 4 અઠવાડીયા સુધી નજરકેદ રાખવાના આદેશ આપ્યાં છે.
Supreme Court refuses to interfere in the arrest of five activists Varavara Rao, Arun Ferreira, Vernon Gonsalves, Sudha Bharadwaj and Gautam Navlakha in Bhima-Koregaon case. pic.twitter.com/2vOlPGWba3
— ANI (@ANI) September 28, 2018
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુ઼ડની બેંચે 20 સપ્ટેમ્બરે બંને પક્ષોના વકીલની દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંઘવી, હરીશ સાલ્વેઅને અતિરિક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતપોતાની દલીલ રજૂ કરી હતી.
Supreme Court extends house arrest for four weeks of five activists Varavara Rao, Arun Ferreira, Vernon Gonsalves, Sudha Bharadwaj and Gautam Navlakha in Bhima-Koregaon case. SC refuses to constitute SIT & asks Pune police to go ahead with the probe https://t.co/mnH3wryQNZ
— ANI (@ANI) September 28, 2018
બેંચે મહારાષ્ટ્ર પોલીસને આ મામલે ચાલી રહેલી તપાસ સંબંધિત કેસ ડાયરી રજૂ કરવાનું કહ્યું હતું. પાંચ કાર્યકર્તા વરવરા રાવ, અરૂણ ફરેરા, વરનોન ગોન્ઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા 29 ઓગસ્ટથી પોત પોતાના ઘરમાં નજર કેદ છે.