પિતા-પુત્રની હત્યામાં હાઇકોર્ટે સાળા-બનેવીને આજીવન કેદની સજા ફટકારી’તી: સુપ્રીમે આપી રાહત
આદિત્યાણામાં સંધી મુસ્લીમ પિતા-પુત્રના ર૦૦૪ માં ડબલ મર્ડર કેસમાં અગ્રણી ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વર્ષ ર૦૦૪ માં આદિત્યાણામાં સંધી મુસ્લીમ પિતા પુત્ર-ઇસ્માઇલ હુસેન મુંદ્રા અને યુસુફ ઇસ્માઇલ મુંદ્રા મર્ડર કેસમાં હાઇકોર્ટ દ્વારા ફરમાવાયેલ આજીવન કેદની સજા સંદર્ભે હાલ ગોંડલ સબ જેલમાં રહેલ ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલ છે. આદિત્યાણા બસ સ્ટેન્ડ પાસે સંધી પિતા-પુત્રના મર્ડર થઇ જવા પામેલ.
જેમાં પોરબંદર સેશન્સ કોર્ટ દ્વારા ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા તેમજ તેમના બનેવી છગન કરશન કારાવદરા સહિત અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવેલ હતાં. બાદમાં સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટ દ્વારા ભીમાભાઇ અને છગનભાઇ ને આજીવન કેદ ફરમાવેલ. જયારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકેલ. ત્યારબાદ ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા અને છગનભાઇ કારાવદરા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સામ સામે અપીલ કરવામાં આવેલ સાથોસાથ છગનભાઇ દ્વારા જામીન પર માંગવામાં આવેલ.
અને તેમના જામીન અગાઉ મંજુર થઇ ગયેલ. ભીમાભાઇ અગાઉ સુપ્રીમ જામીન નામંજુર કરતા ફરીથી સુપ્રીમમાં જામીન માંગતા કોર્ટ દ્વારા જામીન મંજૂર થયેલ છે.