ચિત્તોડગઢ કિલ્લો મેવાડની રાજધાની હતી. જે હાલ ચિત્તોડગઢ શહેરમાં આવેલો છે. તે બેરાચ નદી દ્વારા વહેતી ખીણના મેદાનો ઉપર 280 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલો છે જેમની ઉંચાઇ 600 ફૂટ ઉંચી ટેકરી ઉપર આવેલો છે. જેમાં વિવિધ 65 ઐતિહાસિક બાંધકામો, ચાર મહેલો, 19 મોટા મંદિરો, 20 મોટા જળ સંસ્થાઓ, 4 સ્મારક અને વિજય ટાવર આવેલા છે. આ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યો છે. ચિત્તોડગઢનો આ કિલ્લો મૂળ ચિત્રકૂટ કહેવાતો હતો. તે સ્થાનિક મોરી રાજપૂત શાસક ચિત્રાંગદા મોરી દ્વારા બનાવાયો હતો. એક દંતકથા મુજબ કિલ્લાનું નામ તેના બિલ્ડર પાસેથી લેવાયેલ હતું. બીજી એક લોકદંત કથા મુજબ આ કિલ્લાના નિર્માણનું શ્રેય પાંડવ પુત્ર ભીમને આપે છે. ભીમે અહીં જમીન ત્રાટકી હતી જેના પરિણામે પાણીનો મોટો સંગ્રહ ઉત્પન્ન થયો જે કારણે લોક વાયકા મુજબ અહીં જળ સંચય કરતી ‘ભીમલત કુંડ’ નામની કૃત્રિમ ટાંકી છે.
15મી સદીમાં રાણાકુંભના શાસન દરમ્યાન પુનરૂત્થાન કરાયું હતું. માછલી આકારના આ કિલ્લાની લંબાઇ 13 કિ.મી. છે. કિલ્લામાં આવેલો કિર્તીસ્તંભ જોવા લાયક છે, જેની બાજુમાં જૈન મંદિરો આવેલા છે. રાજસ્થાનનું ચિત્તોડગઢ મોટું શહેર છે. તે 8મીથી 16મી સદી દરમ્યાન મેવાડ રાજપૂત રાજ્યની રાજધાની હતી. ચિતોડગઢ કિલ્લો ભારત અને એશિયાનો સૌથી મોટો કિલ્લો છે. અહિં મહારાણા પ્રતાપ જયંતિ, મીરા મહોત્સવ, તીજ ગંગૌર, જૌહર મેળો અને રંગ તેરસ જેવા તહેવારો ઉજવાય છે.
આ કિલ્લા ઉપર 834 વર્ષો સુધી મેવાડનું શાસન
ચિત્તોડગઢ કિલ્લો ગૌરવનું પ્રતિક ગણાય છે. બચ્ચા રાવલે ઇ.સ.724માં આ કિલ્લાની સ્થાપના કરી હતી. શાસક ચિત્રાંગદા મોર્ય દ્વારા આ કિલ્લો નિર્માણ કરાયો હતો. આ કિલ્લા ઉપર 834 વર્ષો સુધી મેવાડની હકુમત હતી. આ કિલ્લાની અંદર ઘણા સુંદર મહેલો આવેલા છે.
ભગવાન સૂર્યદેવનું આકર્ષક મંદિર પણ આવેલું છે. આ કિલ્લામાં એક સમયે 84 પાણીની નહેર યોજના હતી તે તમામ નહેરો જળથી ભરેલી હતી. આ કિલ્લામાં બે પાષાણીય સ્તંભ છે જે કીર્તીસ્તંભ અને વિજય સ્તંભથી ઓળખાય છે. આ સ્તંભ નિર્માણ કરવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. અહિંના જૌહર કુંડ વિશે ઘણી લોક વાયકાને વાર્તા જોડાયેલી છે. અત્યારે આ કિલ્લામાં 58 મિનિટનો સુંદર લાઇટીંગ શો યોજાય છે. આ કિલ્લાનું અંતર 13 કિ.મી. જેટલું છે.
ભીમે એક જ રાતમાં નિર્માણ કરેલાં ચિત્તોડગઢ કિલ્લાના વિશે આ કિલ્લાના નિર્માણનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. આ કિલ્લાની સંરચના જ દ્વાપર યુગમાં થઇ હતી. તેનો અર્થ એ છે કે, આ કિલ્લો લગભગ 100 વર્ષ જુનો નહીં પરંતુ, હજારો વર્ષ જુનો છે. ઐતિહાસિક મહત્વ સિવાય પણ આ કિલ્લો અનેક રીતે મહત્વ ધરાવે છે. ભારતના સૌથી મોટા કિલ્લામાં પહેલા સ્થાન પર ચિત્તોડગઢ કિલ્લાનું નામ આવે છે. આ કિલ્લામાં રાજસ્થાનના માટીના લાલ મહારાણા પ્રતાપ અને દિલ્હીના બાદશાહ અકબરની વચ્ચે ભીષણ યુદ્વ થયું હતું. જે મહિનાઓ સુધી ચાલ્યું હતું.
પરંતુ આ યુદ્વ પછી મહારાણા પ્રતાપે રાજ્યની લોકો માટે ચિત્તોડગઢના કિલ્લાને છોડીને વર્ષો સુધી જંગલો અને પહાડોમાં વિસ્થાપિત જીવન જીવવું પડ્યું હતું. આ કિલ્લો એટલો વિશાળ છે કે, આ કિલ્લાની અંદર જ ખૂબ જ બધા સુંદર-સુંદર મંદિર અને શાનદાર મહેલ છે. આ મહેલને જે પણ વ્યક્તિ જોવે છે તે આ કિલ્લાની રચનાને જોઇને અચંભિત થઇ જાય છે.
શું તમને ખબર છે આ અત્યાધુનિક રોબોટ્સ વિશે….કરે એવા એવા કામ કે તમે જોતા જ રહી જશો !!
દરેક વ્યક્તિના મનમાં એ જ સવાલ આવે છે કે, આટલા મોટા મહેલને બનાવવામાં કેટલા વર્ષનો સમય લાગ્યો હશે. થોડા લોકો તો અનુમાન પણ લગાવવાનું શરૂ કરી દેતાં હશે, પરંતુ ઇતિહાસની દ્રષ્ટિએ જોઇએ તો આ મહેલા માત્ર એક રાતમાં જ બનેલો છે. હા, આ મહેલને બનાવવા માટે એક આખા દિવસનો પણ ઉપયોગ થયો નથી, પરંતુ એક રાતમાં જ આ મહેલને ઉભો કરવામાં આવ્યો છે.
હવે તમે વિચારતાં હશો કે વર્ષો પહેલા જ્યારે ભારતમાં થોડી ખાસ તકનીક પણ હયાત ન હતી, અને દરેક કાર્યને હાથ વડે જ કરવામાં આવતા હતાં, મશીની યુગથી દૂર-દૂર સુધી આપણો કોઇ જ સંબંધ હતો નહીં, તે સમયે કેવી રીતે એક રાતમાં જ આટલા મોટા મહેલનું નિર્માણ થયું હશે? પરંતુ આ સત્ય છે કે, માત્ર એક રાતમાં જ આ મહેલને તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્ર્વાસ નથી થતો તો આજે અમે તમને આ લેખમાં દ્વાપર યુગની એક કથા જણાવીશું જેના દ્વારા તમે આપમેળે જ સમજી જશો.
એવી વાયકાઓ પ્રચલિત છે કે, પાંડવોના બીજા ભાઇ ભીમે લગભગ 5,000 વર્ષ પૂર્વે ચિત્તોડગઢનો કિલ્લો બનાવ્યો હતો. પાંચ પાંડુ ભાઇઓમાંથી સૌથી બળશાળી રાજકુમાર ભીમની તાકાતને હજાર હાથીઓ સમાન માનવામાં આવતી હતી. સ્વયં ભીમ શબ્દનો અર્થ પણ ‘સૌથી વિશાળ’ થાય છે. તો પોતાના વિશાળકાય સંદર્ભની જેમ ભીમ દ્વારા એક વિશાળ ગઢ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ લોકમાં પ્રચલિક કથા મુજબ એકવાર ભીમ જ્યારે સંપતીની ખોજમાં નીકળ્યા હતાં ત્યારે તેમના રસ્તામાં એક યોગી નિર્ભયનાથ અને એક યતિ કુકડેશ્ર્વર સાથે મુલાકાત થઇ હતી. ભીમને આ વાત જ્ઞાત હતી કે, આ યોગીની પાસે એક પારસ પથ્થર છે, જો તે ભીમને મળી જશે તો તેમની ખોજ ત્યાં જ પૂર્ણ થઇ શકે છે. પરિણામ સ્વરૂપ ભીમે યોગીથી પારસ પથ્થરની માંગ કરી, યોગી પથ્થર આપવા માટે માની પણ ગયાં. પરંતુ તેમણે એક શરત પણ રાખી. યોગી માટે તે પથ્થર ખૂબ જ પ્રિય હતો અને તે સરળતાથી તે પથ્થરને તેનાથી અલગ ન કરી શકે તેમ ન હતાં, આ માટે જ તેમણે ભીમની સામે એક શરત રાખી હતી.
પારસ પથ્થર આપવાનું વચન કરી યોગીએ ભીમને કહ્યું કે, “હું જે પહાડી પર નિવાસ કરી રહ્યો છું, જો તમે એક રાતમાં અહીં મારા રહેવા લાયક એક વિશાળ ગઢનું નિર્માણ કરાવી આપો, તો હું ખૂબ જ પ્રસન્નતાથી પારસ પથ્થર તમને સોંપી દઇશ.” આ શરત સાંભળીને ભીમ એક પણ માટે તો દુવિધામાં પડી ગયાં, કારણ કે, માત્ર એક જ રાતના સમયમાં એટલો મોટો કિલ્લો બનાવવો અસંભવ હતો છતાં પણ ભીમે યોગીની શરતનો સ્વીકાર કરી અને પોતાના અન્ય ચાર ભાઇઓની મદદથી કિલ્લો બનાવવાની શરૂઆત કરી. પાંચ ભાઇઓ કામ પર લાગી ગયા અને એક-એક કરીને કિલ્લાને આધાર આપવાનું શરૂ કરી દીધું. કાર્યને લઇને પાંડવોની કુશળતા જોઇને યોગી પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયાં.
રાજકુમાર ભીમ અને અન્ય ચાર રાજકુમારો દ્વારા ગઢનું કાર્ય લગભગ સમાપ્ત થઇ ગયું હતું. માત્ર દક્ષિણી ભાગનું થોડું કાર્ય જ બાકી હતું. આ જોઇ યોગીની ચિંતાઓ વધી ગઇ અને તેમણે એક યોજના બનાવી. વચન મુજબ યોગીએ પારસ પથ્થર આપવાની હાં તો કરી હતી, પરંતુ તેમનું મન તે પથ્થર આપવા માટે રાજી ન હતું. તે જાણતાં હતાં કે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી જો પાંડવો આ જ રીતે કાર્ય કરતાં રહ્યાં, તો જલ્દી જ ગઢ તૈયાર થઇ જશે અને તેમણે ભીમને પારસ પથ્થર આપવો પડશે. આ માટે યોગીએ કપટની મદદ લઇ યતિને કુકડાની અવાજ આપવાનું કીધું.
તે સમયે કુકડાના અવાજથી જ સવાર થઇ તેની જાણ થતી હતી. આ માટે જો કુકડો અવાજ કરે તો ભીમ સવાર સમજીને નિર્માણ કાર્ય બંધ કરવું પડે અને યોગીએ પારસ પથ્થર આપવાની જરૂર પણ ના પડે. આ પ્રકારે યોગી બંને રૂપથી સફળ થઇ જાય. યતિએ ઠીક કુકડાની જેમ જ તેનો અવાજ કર્યો. કુકડાનો અવાજ સાંભળતા જ ભીમને ગુસ્સો આવી ગયો. પોતાને કાર્યમાં અસફળ જોઇ ભીમ ખૂબ જ નિરાશ થઇ ગયો અને તેની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ફૂટી ગયો. ત્યારે જે તેણે ગુસ્સામાં આવીને જમીન પર તેમનો પગ પછાડ્યો.
ભીમની તાકાતથી તે પહાડીનો તે ભાગ જોરથી હલી ગયો. જ્યાં ભીમે પગ પછાડ્યો હતો તે સ્થાન પર એક મોટો ખાડો પડી ગયો, જેને આજના સમયમાં ‘ભી-તળ તળાવ’ના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા પર એક તળાવનું નિર્માણ થયું જે કિલ્લાની સુંદરતાને પણ ઉભારતું હતું. એવું કહેવામાં આવે છે કે, તે સ્થાને જ્યાં ભીમના ઘૂંટણે વિશ્રામ કર્યો હતો, તે ભીમ-ઘોડી તરીકે ઓળખવામાં આવે છે અને જે તળાવ પર યતિ દ્વારા કુકડાનો અવાજ કાઢવામાં આવ્યો હતો, તે સ્થાનને ‘કુકડેશ્ર્વર’ સ્થાનના નામે ઓળખવામાં આવે છે.
આ રીતે આટલાં વિશાળ મહેલને માત્ર એક જ રાતમાં, બીજા શબ્દોમાં કહેવામાં આવે તો એક રાત પણ પૂર્ણ મળી ન હતી, માત્ર એટલાં જ સમયમાં ગઢને તૈયાર કરવામાં આવ્યો હતો. આ વાત પણ એટલી જ સાચી છે કે, આ ગઢને ત્યાર પછી ઘણા રાજા-મહારાજાએ ફરી નિર્માણ કરાવ્યો હતો, પરંતુ તે કાર્ય માત્ર તેની સુંદરતા વધારવાના આધાર પર જ કરવામાં આવ્યું હતું. વાયકાઓ મુજબ, આ ગઢના તળિયા અને આધાર સ્વયં રાજકુમાર ભીમ અને અન્ય પાંડુ ભાઇઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હતાં.