રાજકોટ શહેમાં ધમાકે દાર એન્ટ્રી બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટના વિવિધ વિસ્તામાં વાદળછાયો માહોલ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું હતુ. વરસાદનું આગમન આ જ સયયે તો થાય છે. તેવી જુની પ્રણાલી આજે મેઘરાજાએ જાળવી રાખી હતી. અચનાક જ વાતારવણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઇ હતી.
હવામાન વિભાગે પણ વરસાદ આગાહી કરતાં વરસાદ માટે સૌરાષ્ટ્રને જૂલાઇ મહિનાની રાહ જોવી પડશે તેવુ જણાવ્યું હતુ. ત્યારે આજે જસદણ-વીછીયામાં પડેલા ઝાંપટાથી કેટલેક અંશે હાશકારો થાય તેવું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી બફારાએ અકળાવી રહ્યો છે અને આજે બફારા બાદ જસદણ પંથકના ગામોમાં વરસાદી ઝાપટાં પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. હવે વાવણી માટે પણ જગતનો તાત સારા વરસાદની રાહ જોઇ રહ્યો છીએ.