ભારે પવન કે વરસાદમાં નાસભાગ મચી હોત અને જાનહાની થઈ હોત તો કોની જવાબદારી ફિકસ થાત !
ધોરાજીના જેતપુર રોડ જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ભીમ અગિયારસ લોક મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો
પરંતુ રાજ્ય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શાળા-કોલેજો બંધ રાખી તમામ સરકારી પ્રોગ્રામો બંધ રાખી અને સભા સરઘસ અને લોકમેળા ઉપર પ્રતિબંધ મુકેલો હોય ત્યારે ધોરાજીમાં આ લોકમેળાની મંજૂરી કોણે આપી. ?
હાલની સમસ્યામાં અચાનક ભારે પવન ફૂંકાયો અને વરસાદ આવે તો આ લોકમેળામાં મોટી નાસભાગ મચી જાય. તો શું થાય તે ખબર નથી પરંતુ એની જવાબદારી કોની.?
હાલમાં વાયુ વાવાઝોડાને કારણે સમગ્ર સરકારી તંત્ર પોલીસ તંત્ર મામલતદાર ઓફિસ કંટ્રોલરૂમ ચાલુ હોય ત્યારે જગજાહેર ધોરાજીની મધ્ય વિસ્તારની અંદર ભીમ અગિયારસ નો લોકમેળો યોજાયો હોય અને ફજત ફાળકા ચકરડી વિગેરે બે દિવસ અગાઉ નખાઈ ગયા હોય છતાં પણ તંત્ર ની નજરમાં નથી આવ્યો એ પણ એક સવાલ છે.?
ધોરાજીમાં યોજાયેલ ભીમ અગિયારસ નો આ લોકમેળો સંપૂર્ણ ગેરકાયદેસર હોય કોઈપણ જાતની મંજૂરી લીધા વગર નો આ મેળો હોય તો આ બાબતની જવાબદારી કોની એ પણ એક સવાલ છે
એક બાજુ ધોરાજીના સરકારી તંત્ર એવું જણાવેલ કે વાયુ વાવાઝોડાને કારણે ધોરાજી-ઉપલેટા જામકંડોળા માંથી 3500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ આ ભયાનક વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે ભીમ અગિયારસ નો મેળો યોજાઇ ગયો શું આ તંત્રને ખબર નહી હોય.?