પાક. પોતાના અર્થતંત્રને પાટે ચડાવવા મારી રહ્યું છે હવાતીયા
ભારે આર્થિક મુશ્કેલી અને નાણાભીડમાં ફસાઇ ગયેલો પાકિસ્તાનના અર્થતંત્રને પાટે ચડાવવા વડાપ્રધાન ઇમરાનખાનને રીતસરના હવાતીયા મારી રહ્યા હોય તેમ દેશમાં રોટી રમખાણ ફાટી ન નીકળે તે માટે પાકિસ્તાનમા વધેલા નાના અને રોટીના ભાવ વધારાને પાછો ખેંચવાની હુકમને પાછા ખેંચવાની વડાપ્રધાનને ફરજ પડી છે. પાકિસ્તાન જ અર્થતંત્ર અત્યારે વિદેશી મુદ્રાની અછતના કારણે ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશનું વિકાસદર સ્થગિત થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય મોનીટરીંગ ફંડના છ બિલીયન ડોલરની ત્રણ વર્ષ માટેની સહાય દેશના અર્થતંત્રને બેઠુ કરવા આશાનું કિરણ બની છે. પરંતુ પાકિસ્તાન અત્યારે પેટ્રોલ, ગેસ અને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી પીસાઇ રહેલા સામાન્ય માનવીની મુશ્કેલી દુર કરવા નિ:સહાય બની રહી છે. પાકિસ્તાનમાં અત્યારે જીવન જરુરી ચીજવસ્તુની આમ આદમીની જરુરીયાત એવી નાન ૧ર થી ૧પ રૂપિયાના ભાવે વેચાઇ રહીછે. ગેસના અને લોટના ભાવ વધારા પહેલા નાનનો ભાવ ૮ થી ૧૦ રૂપિયા હતો. જે રોટરી ૭ થ ૮ રૂપિયામાં વેચાતી હતી તે અત્યારે ૧૦ થી ૧ર રૂપિયામાં વેચાય છે. આ ભાવ વધારાની નોંધ લઇને વડાપ્રધાને કેબીનેટની બેઠકમાં નાન રોટીના ભાવ વધારો પાછો ખેંચવા આદેશ જારી કર્યો છે.
મંત્રી ડોકટર ફિરદોશ આશિક અહવાને જણાવ્યું હતું કે, દેશમાં નાન રોટીનો ભાવ ધટાડો પાછો ખેંચી લઇ જુના ભાવે નાન રોટી મળી રહે તે માટે સરકારે સુચન કર્યુ છે. પાકિસ્તાનમાં આર્થિક વિકાર ૨.૯ નો નીચા દરે પહોંચી ગયું છે. રીઝર્વ બેંક પાસે હવે માત્ર ૮ બીલીયનનું ભંડોળ વઘ્યું છે ત્યારે રોટલીનો ભાવ વધારો રમખાણનું કારણ ન બને તે માટે સરકાર પગલા લેવાની ફરજ પડી છે.