૧૯૬૮માં સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ શિવભકતોનું આસ્થાનું કેન્દ્ર છે, વિવિધ મંદિરો પ્રાંગણમાં છે, નવરાત્રીમાં ગરબી સહિત વિવિધ તહેવારોની ઉજવણી થાય છે
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નિર્મલા મેઈન રોડ સાથે જોડાતા તીરૂપતીનગર મેઈન રોડ પર સ્વયંભૂ પ્રગટ થયેલા ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું છે. જેની સ્થાપના ૧૯૬૮માં કરવામાં આવી હતી. મંદિરનાં પ્રાંગણમાં પીપળો, વડ, બીલીપત્ર, કરંજ જેવા વિવિધ વૃક્ષોથી પ્રાકૃતિક વાતાવરણ સાથે શિવાલયની શોભામાં વધારો થાય છે.સ્વયંભૂ ભીડભંજન મહાદેવ સાથે આ શિવાલયમાં મેલડીમાં, મામાદેવ, મોમાઈમાં, દશામા, શીતળામા, ગુરૂદત્તાત્રેય, અંબાજી, બહુચરાજી, ઉમિયામાતાજી, મહાકાળી, હનુમાનજી, રાધાકૃષ્ણ, રામદરબાર, ખોડિયારમાં, ચામુંડામાતાજી જેવા વિવિધ મંદિરો પણ આવેલા છે.
વર્ષોથી ભારથી પરિવાર મંદિરની સેવા પૂજા કરે છે. સંચાલન ગોરધનભાઈ તથા લાભુબેન પાડલીયા સંભાળી રહ્યા છે. આ શિવાલયે થતી બાળાઓની નવરાત્રીની ગરબીનું અનેરૂ આકર્ષણ હોય છે. લોકો દૂરદૂરથી અહીં રાસ જોવા આવે છે. ખોડીયાર ગરબી મંડળ ગરબી કરે છે.ભીડભંજન મહાદેવની ભકતજનો માનતા હોવાથી અને પરિણામો મળતા આ શિવાલય આસ્થા ભકિતભાવનું કેન્દ્ર બન્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભૂ મેયર સ્વ. અરવિંદભાઈ મણીયાર ખાસ પધારેલ હતો અત્યારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી પણ આ શિવાલયે દર્શન કરવા અચૂક આવે છે. ધાર્મિક તહેવારોમાં રામજન્મ-કૃષ્ણજન્મોત્સવ શિવરાત્રી વિગેરે તહેવારો હર્ષોલ્લાસ ભકિતભાવથી શિવાલયમાં ઉજવાય છે.
પ્રવર્તમાન કોરોનાને કારણે શ્રાવણી પર્વે સામાજી અંતર માસ્ક, સેનેટાઈઝ સાથેની સરકારી ગાઈડનલાઈન મુજબ મંદિર ચાલુ રખાયું છે. શ્રાવણી પર્વ શિવજીના વિવિધ શણગારો પણ કરવામાં આવે છે. સવાર-સાંજ સુમધુર આરતીમાં ભકતજનો જોડાયને ધન્યતા અનુભવે છે.