સામસામે બે પક્ષો લોખંડ પાઇપ અને લાકડી વડે તૂટી પડ્યા: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે બે દિવસ પહેલા પાનની દુકાન પાસે ગાળો બોલવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયું હતું. જેમાં મહિલા સહિત છ લોકો ગવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામસામે બે પક્ષો હથિયાર વડે તૂટી પડતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ વેચાણ તાલુકાના ખંભાળિયા ગામે રહેતા અને પાનની દુકાન ધરાવતા ડાયાભાઈ પાંચાભાઇ રામાણીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા રાત્રિના સમયે તેમના ગામનો વિજય મનસુખ કોરાટ પાનની દુકાન પાસે ગાળો બોલતો હોય જે બાબતે ફરિયાદીના મોટાભાઈ પ્રવીણભાઈ પાંચાભાઇ રામાણીએ ગાળો બોલવાની ના પાડતા વિજયભાઈ તેના ભાઈ ઉત્સવ ગોરા અને પિતા મનસુખ કોરાટને બોલાવીને લાવ્યો હતો.
પાનની દુકાનેથી તગડી મુકતા વિજય ખોરાક તેનો ભાઈ ઉત્સવ કોરાટ અને પિતા મનસુખ કોરાટ લાકડી અને લોખંડના પાઇપ વડે ફરિયાદી ડાયાભાઈ તથા તેમના ભાઈ પ્રવીણભાઈ અને ભાભી સરસ્વતીબેન હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેમાં પ્રવીણભાઈ અને સરસ્વતીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને ભેસાણથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. ભેસાણ પોલીસે ડાયાભાઈની ફરિયાદ પરથી ત્રણેય પિતા – પુત્રો પર હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો સામા પક્ષે ખંભાળિયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિજયભાઈ મનસુખભાઈ કોરાટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતે બે દિવસ પહેલા પ્રવિણભાઇની દુકાન પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં બેઠેલા જમનભાઈ મોહનભાઈ રાખોલીયા ત્યાં બેઠા હોય તેઓએ વિજયભાઈને મારો વિરોધ કેમ કરે છે તેમ કહેતા તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી.
તે દરમિયાન પ્રવીણએ દુકાન પાસે કેમ એમ બોલે તેમ કહી થપ્પડો મારી તેમના ભાઈ વિજય અને પત્ની સરસ્વતી બેન હથિયાર વડે તૂટી પડ્યા હતા. તે દરમિયાન ફરિયાદીના પિતા મનસુખભાઈ અને તેના ભાઈ ઉત્સવભાઈ વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભેસાણ પોલીસે બંને પક્ષે સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.