ભેસાણ તાલુકાના છોડવડી ગામે મજૂરી કરી પેટયુ રળવા આવેલ પરપ્રાંતીય પરીવારને પ્રથમ આશરો આપી, બાદમાં આશરો આપનાર શખ્સે કામાંધ બની, પરપ્રાંતીય પરીવારની મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી, એક માસમાં ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતા એ પોલીસમાં રાવ કરતાં, કાળા કામ કરનાર આ નરાધમ શખ્સ સામે સમગ્ર ભેસાણ પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે.
મુળ મધ્ય પ્રદેશના વદરખીજડી ગામના 30 વર્ષીય પરણીતા પોતાના પતિ તથા બાળકો સાથે પેટયું રળવા હાલમાં ભેસાણ તાલુકાના છોડવડી ગામે આવેલ અને છોડવડી ગામે ચંદુભાઇ સરધારા નામના શખ્સની વાડીએ રહી મજુરીકામ કરતા હતા. ત્યારે કામંધ બનેલ વાડી માલિક ચંદુએ પરપ્રાંતીય પરણીતાને પોતાની હવસનો શિકાર બનાવી, છેલ્લા એક માસમાં ચાર થી પાંચ વખત મહિલાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી, આ વાત તારા પતિને કરીશ તો તમોને અહીંથી કાઢી મુકીશ તેવી વાડી માલિક ચંદુ સરધારા એ ધમકી આપી હોવાની પીડિતા પરપ્રાંતીય પરણીતા એ ભેસાણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા, પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી, આરોપી શખ્સ સામે ગુન્હો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાના એવા છોડવડી ગામે મજૂરી કરી પેટયુ રળવા આવેલ પરપ્રાંતીય પરીવારને પ્રથમ આશરો આપી, બાદમાં આશરો આપનાર કામાંધ શખ્સે મહિલા સાથે કાળા કામ કરતા સમગ્ર ભેસાણ પંથકમાં આ નરાધમ શખ્સ સામે ફિટકાર વરસી રહ્યો છે.