- ભેંસાણ તાલુકા ભાજપના મંત્રીની ભેદી હત્યાથી ચકચાર: આરોપીની ધરપકડ
- રાત્રે અજાણ્યા શખ્સોએ માર્ગમાં આંતરી તિક્ષ્ણ હથીયારોના ઘાથી હત્યા કરી નાસી છુટયા હતા
ભેસાણ ન્યૂઝ : ભેંસાણ તાબેના ગળથ ગામના પૂર્વ સરપંચ અને ભેંસાણ તાલુકા ભાજપના મંત્રી આગલી રાત્રીના ઘરેથી નીકળ્યા બાદ ગામ નજીક જ લોહીલોહાણ મૃતદેહ મળી આવ્યો હતો. શરીર ઉપર તિક્ષ્ણ હથીયારના નિશાન મળી આવ્યા હતા. ઘટના સ્થળે લોહીનું ખાબોચીયું ભરેલ હતું. ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી. હત્યા કોણે કરી શા માટે કરી તેની તપાસ પોલીસે હાથ ધરી હતી .
જેની લોકોએ પોલીસને જાણ કરતા વિનુભાઈના ગળામાં પેટમાં છાતીમાં તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પેટમાંથી આતરડા બહાર કાઢી નાખ્યા હતા. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી અજાણ્યા હત્યારાની તપાસ હાથ ધરી હતી . ઘટનાની ફરીયાદ મૃતકના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરીયા (ઉ.56)એ નોંધાવી હતી .
હત્યાના આરોપીઓ એસ.ઓ.જી ભેસાણ પોલીસના સયુંકત ઓપરેશનમાં ગોરખ જસ્ફુભાઈ બસિયા અને રાજુ બાબુભાઈ બસિયા નેગણશી કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મળી છે .
તરુણ મેલવાણી