પુત્રના રૂ.10 લાખના વિમાની રકમ પુત્રવધુ ખોટી જગ્યાએ વાપરી નાખે અને ભાગ નહીં મળવાની શંકાએ મોતને ઘાટ ઉતારી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો તો

ભેસાણના ચણાકા ગામે મહિલાની થયેલ ચકચારી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે અને સસરાએ નાનપણના મિત્ર સાથે મળી રૂપિયા દસ લાખ માટે પુત્રવધુનું કાસળ કાઢી નાખ્યાનો ખુલાસો સામે આવ્યો છે.

ચાર દિવસ અગાઉ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામે 40 વર્ષીય મહિલા રસીલાબેન જયેશભાઈ માંડવીયાનો તેમના જ ઘર માંથી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો, જે અંગે ભેસાણ પોલીસે મરણ નોંધ લીધી હતી અને ભેસાણ પી.એસ.આઈ. ડી.કે. સરવૈયાએ મરણજનાર રસીલાબેન માંડવીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડલ, જ્યાંથી તેણીનું મોત માથામાં ઇજા થવાથી અને ગળાફાંસો આપવાથી થયું હોવાનું સામે આવતા ભેસાણ પોલીસ સ્ટેશનમાં મરણ જમાર મહિલાના ભાઈ રમેશભાઈએ તેની બેનના સસરા શંભુભાઈ વશરામભાઈ માંડવીયા સામે ફરિયાદ દાખલ કરાવી હતી, જે અંગે ભેસાણ પોલીસે શંભુભાઈ વશરામભાઈ માંડવીયા સામે હત્યાના ગુનો દાખલ કરીને આરોપી શંભુભાઈ માંડવીયાની સઘન પૂછપરછ અને ઝીણવટ ભરી  તપાસ હાથ ધરતા રૂપિયા 10 લાખ માટે સસરાએ વિધવા પુત્રવધુનું કાસળ કાઢી નાખ્યો હોવાનો ઘટાસ્ફોટ સામે આવ્યો હતો.

આ અંગે જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ સેટીના જણાવ્યા અનુસાર ભેસાણના ચણાકા ગામના રસીલાબેન માંડવીયાના પતિ જયેશભાઈ નું 2017 માં સોક લાગવાથી અવસાન થયું હતું, તેઓ પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને રૂ. 10  લાખનો વીમો મંજૂર થયો હતો. જે રકમ રસીલાબેનને મળવાની હતી, જેના કારણે તેણીના સસરા શંભુભાઈ ખુશ ન હતા અને બીજી બાજુ તેને તેની પત્રવધુ રસીલાબેન ઉપર શંકા હતી કે તે જે જગ્યાએ મજૂરી કામે જાય છે તે ભાવેશ પાછળ આખી રકમ વાપરી નાખશે અને તેને વિમાની રકમમાંથી ભાગ નહીં મળે. જેથી તેના બાળપણના મિત્ર દુર્લભ બાવાભાઈ વઘાસીયાની મદદ વડે રાત્રિના સમયે રસીલાબેનને માથામાં લાકડી વડે ઘા ઝીંકી હત્યા કરી હતી અને બાદમાં લાશને સાડી વડે ગળાફાંસો આપી પંખે લટકાવીને હત્યા ને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યો છે.

દરમિયાન ભેસાણ પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભેસાણના ચણાકા ગામના રસીલાબેન જયેશભાઈ માંડવીયાની હત્યામાં તેણીના સસરા શંભુભાઈ વશરામભાઈ માંડવીયા (ઉ.વ. 69) અને દુર્લભભાઈ બાવાભાઈ વઘાસિયા ઉં.વ. 55) ની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.