ભીમ સેનાના અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મહારાષ્ટ્રન પુના શહેરની નજીક ભીમા નદીના કાંઠે આવેલ ભીમા કોરેગાંવમા સને ૧૮૧૮ની ૧ લી જાન્યુઆરીએ થયેલું વિશ્વનું એક માત્ર યુધ્ધ કે જેના કારણે સમાજની પુન: ઉન્નતિનો પાયો નખાયો, તેને ૨૦૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મહાન દિવસને યાદગાર બનાવી, એની ઉજવણીના ભાગરૂપે આપણી ભવ્ય સંસ્કૃતિથી લઈ પૂન: ઉન્નતિ તેમજ આજના સાંપ્રત સમયની નતલવારથી ટેરવા સુધીની ક્રાંતિથની એક ઝલક આપતા કાર્યક્રમ અંતર્ગત યુવા ભીમ સેના દ્વારા ભવ્ય બાઈક રેલીનું કાલે સવારે ૯ કલાકે આયોજન કરાયું છે.
રેલી એસ.ટી. વર્કશોપ પાછળ, ૧૫૦ આંબેડકરનગર સર્કલ, ૧૫૦ ફૂટ રીંગરોડથી નાના મવા સર્કલથી આંબેડકર ચોક (રાજનગર)થી કોટેચા ચોકથી કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોકથી માલવીયા ચોકથી ત્રિકોણ બાગ ચોકથી સીવીલ હોસ્પિટલ ડો.બાબા સાહેબની પ્રતિમાએ સંપન્ન થશે.