હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા બાળકોની સંખ્યા વધતા નવી વિંગનું ખાસ મુહુત કરાયું: શ્રી નારાયણદાસજી સ્વામી
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે રાજકોટ ગુરુકુળનીમી શાળામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા માટે બાળકોની સંખ્યા વધતા મકરસંક્રાંતના પવિત્ર દિવસે વિગ-૩ બિલ્ડીંગનું સ્વામી નારાયણ ગુરુકુળના સંતોના હસ્તે ભૂમી પુજન કરવામાં આવ્યું હતું.
ભાયાવદર ગામ પાસે પ૦ વિઘામાં કુદરતી સૌદર્ય ધરાવતું અને વિઘાર્થીઓ છતાં અભ્યાસ પાસે અલયાદી વ્યવસ્થા ધરાવતું ભાયાવદર સ્વામી નારાયણ ગુરુકુળમાં છેલ્લા ચાર વર્ષ થયા ઉતરોતર દર વર્ષે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા બાલુડાઓની સંખ્યામાં વધારો થતા મકરસંક્રાંતના પવિત્ર દિવસે રાજકોટ સ્વામી નારાયણ ગુરુકુળ સદવિદ્યાધામના મંત્રી નારાયણદાસજી સ્વામી રાજકોટથી શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી ભાયાવદર ગુરુકુળના મહંત રામાનુજદાસજી સ્વામી પુષ્ણપ્રકાશ દાસજી સ્વામી, ન્યાલકરણ દાસજી સ્વામી સહીત વરિષ્ઠ સંતોના હસ્તે વિંગ-૩ નું ભુમિપુજન કરવામાં આવેલ હતું.
હાલમાં ભાયાવદર ગુરુકુળમાં ૩૦-૩૦ રૂમની બે વિંગ કાર્યરત છે. ત્યારે વિગં-૩ નું ભુમિજન કરવામાં આવતા આગામી દિવસોમાં ભાયાવદર ગુરુકુલમાં ૧૦૦ રૂમ ની અલયાદી વ્યવસ્થા બાલુડાઓને અભ્યાસ તેમાં રહેવા માટે ઉપલબ્ધ થશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સ્વામી નારાયણ ગુરુકુળની શાખા ભાયાવદર ગુરુકુળમાં પ૦ વિઘા જમીનમાં બાલુડાઓને રમવા માટે અધતન ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વીમીંગ પુલ,ક્રિડાકાંગ, બગીચો તેમજ રૂષિ મુનિઓ અભ્યા કરતા તેવી કુટીરો, કોમ્પ્યુટર લેબ સહીત અધતન સુવિધા સંપન્ન તાલુકામાં એક માત્ર વિશાળ ધરાવતું સંકલન છે.