જૂનાગઢ વિભાગની નફો કરતી બસો બંધ કરતા તંત્ર સામે લોકો નો રોષ
જામનગર વાયા ભાયાવદર કેશોદ લોકલ બસ વર્ષોથી આજ રુટ પર ચાલતી હતી, જામનગર થી ભાયાવદર, ખાખીજાળિયા, સેવંત્રા, સુપેડી, ધોરાજી, જુનાગઢ, થી કેશોદ ચાલતી હતી જે અચાનક નફો કરતી હોવા છતાં છેલ્લા 6(છ) મહિનાથી સાવ બંધ કરેલ છે તેની જાણ વારંવાર કેશોદ ડેપોમાં ડેપો મેનેજર ને રજૂઆત કરેલ હોવા છતા પણ કાઇ પરીણામ મળેલ નથી કેમ કે આ ગાડી કેશોદ ડેપોની હોવાથી કેશોદ ડેપો મેનેજર ને જાણ કરવાની થાઈ છે અને તેને જાણ દ્વારા એવી જાણ થયેલ છે કે જુનાગઢ ડવિઝનમાં ડી.સી.ને જાણ કરો.
જુનાગઢ ડિવિઝન માં ડી.સી.ને વારંવાર મૌખિક જાણ કરેલ છે છતાં પણ આજ દિન સુધી કોઈ ચોક્કસ પરીણામ મળેલ નથી અને બસની સુવિધાથી પબ્લિક વંચિત છે અને ભાયાવદર થી પૂરા દિવસમાં માત્ર ને માત્ર જુનાગઢ જવા માટે 1(એક) બસ એ પણ બપોર પછીના સમય માં મળે છે તો સવારની જામનગર કેશોદ વાયા ભાયાવદર નફો કરતી બસ બહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માગણી છે,
આ ઉપરાંત જુનાગઢ ડિવિઝનની ઉપલેટા ડેપોની ઉપલેટા સુરત સ્લીપીંગ કોચ બસની સુવિધા મળતી હતી જે નફો કરતી બસ હતી છતાં પણ તંત્રની મનમાંની ને કારણે આ લોકોની સુવિધા છીનવાઇ ગયેલ છે આ બસ ઉપલેટા તથા ધોરાજી શહેર તેમજ ઉપલેટા તથા ધોરાજી તાલુકાનાં તમામ લોકો માટે ઉપયોગી હતી હાલમાં ઉપલેટા તથા ધોરાજી તાલુકા માથી સુરત જવાની બસ માટે લોકો દ્વારા માંગણી ઉઠવા પામી છે.