વેપારીના નામે ઓનલાઈન લોન પાસ કરાવી તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરી
ભાયાવદર વેપારીને બેંકમાં પાનકાર્ડ અપડેટ કરાવવાનું કહી સાયબર ગઠીયા એ વેપારીની જાણ બહાર તેના નામે રૂપિયા પાંચ લાખની લોન કરી તે પૈસા ગઢીયાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વેપારી સાથે છેતરપિંડી કરતા પોલીસે વેપારીની તરફથી ગઠીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગતો અનુસાર ઉપલેટાના ભાયાવદર ખાતે રહેતા કેતનભાઇ હરસુખરાય તન્ના નામના વેપારીe પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ભાયાવદર ગામ ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવે છે. આજથી ચાર દિવસ પહેલા તેના મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામે વાત કરતા શકશે એકાઉન્ટ માં પાનકાર્ડ અપડેટ કરાવવા માટે જણાવ્યું હતું અને તેમના મોબાઇલમાં એક લિંક મોકલી હતી. ચેલિંગ ઓપન કરતા વેપારી નો મોબાઇલ હેક થઈ ગયો હતો અને તે મારફત ગઠિયાએ વેપારી ના નામે ઓનલાઈન રૂ.૫ લાખની લોન કરાવી લીધી હતી અને તે રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી વેપારી સાથે છેતરપિંડી કરી હતી જે મામલે વેપારીએ સાયબર ક્રાઇમમાં અરજી આપ્યા બાદ સાઇબર ક્રાઇમ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.