કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો આજે રાજ્યસભામાં અંતિમ દિવસ હતો . આજે રાજ્યસભામાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાષણ આપતા હતા ત્યારે એક ઘટનાને યાદ કરીને તેઓ ભાવુક થયા અને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા તો જાણીએ તે કઈ ઘટના હતી.

ગુલામ નબી આઝાદ વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ સુધીમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા હતા એ સમય દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. ત્યારે એક આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને કાશ્મીર માં ફસાયેલા ગુજરાતીઓને સલામતીની ખાતરી આપી હતી. આ ઘટનાને યાદ કરીને મોદી રડી પડ્યા હતા.મોદીએ કહ્યું કે,’ તેઓ ગુજરાતનાં લોકોની ચિંતા પોતાના પરિવારની જેમ જ કરતા હતા.

મોદીની આવી પ્રતિક્રિયા કરતા લોકોના હાવભાવ શું છે તેની નોંધ લઈએ:

કેટલાક લોકોએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.

 કેટલાક લોકોએ કહ્યું છે કે અમે મોદીને રડતા જોઈ શકતા નથી.

બીજા કોઈક યૂઝરે કહ્યું કે આ તો ખુશીના આંસુ છે.

ઘણા લોકોએ મોદીના આ હાવ ભાવને નકારાત્મક લઈને કહ્યું છે કે મોદી રડવાની એક્ટિંગ કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.