ભાણવડ મહાજન પાંજરાપોળ દ્વારા ત્રિવિધ કેમ્પ અને આરોગ્ય ભારતી જામનગરનાં ઉપક્રમે ભાણવડ મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ ગૌશાળા ભાણવડ ખાતે યોજાયેલ ડાયાબીટીશ અને થાઈરોઈડના દર્દી માટે હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે ૨૮ દર્દીને ડો.એન.જે.મેઘાણીના માર્ગદર્શન હેઠળ એક મહિનાની દવા આપવામાં આવી હતી.આ સાથે ભાણવડ મહાજન પાંજરાપોળ ટ્રસ્ટનો રેગ્યુલર પ્રતિ માસ યોજાતો નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ, એકયુપ્રેસર, આયુર્વેદ કેમ્પ તેમજ વ્યસન મુકિત કેમ્પનું આયોજન હતું.
આશરે કુલ ૯૫૬ થી વધુ ઓપીડી અને ૩૮ આંખના ઓપરેશનનો લાભ દર્દીને મળેલ હતો. શિવાનંદ મિશનના આંખના સર્જન તથા રાજકોટના દંત વૈદ્ય ડો.જયસુખ મકવાણા, એકયુપ્રેસર થેરાપીસ્ટ જાગૃતિ ચૌહાણ, મોનિકા ભટ્ટ અને ડો.સંજય અગ્રાવત તેમજ વ્યસન મુકિતમાં પધારેલ મુળુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ વિદ્યાર્થીનીઓને ડેન્ટલ ચેકઅપ કરી ડેન્ટલ કીટ ભેટ આપી હતી. દર્દી અને તેમના સગાઓને ભોજનપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.