ભાવનગરમાં જાતીય સતામણીના કેસમાં અંતે વિભાગીય વડા સસ્પેન્ડ
ભાવનગરમાં કંડકટર તરીકે ફરજ બજાવતી એક મહિલાને ખુદ વિભાગીય વડાએ જ જાતીય સતામણી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે રાજયના એસ.ટી.વિભાગના ઉપાધ્યક્ષ પણ મહિલા હોવાથી મહિલા કંડકટરની વ્હારે આવ્યા છે અને ભાવનગર એસ.ટી.ના વિભાગીય વડાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે જેને લીધે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશ જેઠવાને ભાવનગર ડિવીઝનલ મેનેજરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એસ.ટી.વિભાગના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ભાવનગર એસ.ટી.ના વિભાગીય વડા આર.વી.માલીવાડે બરવાળા ડેપોની એક મહિલા કંડકટરને ફોન કરી દબાણ પૂર્વક ફરજ જવા માટે સાથે આવવાનુ કહ્યું હતું. જેથી જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલા કંડકટરે પણ નિડરતાપૂર્વક રાજયના એસ.ટી.વિભાગના ઉપાધ્યક્ષ અને વહિવટી સંચાલક સોનલ મિશ્રાને રૂબરૂમાં રજુઆત કરી હતી અને સમગ્ર મામલે એસ.ટી.ના મહિલા વિભાગીય વડાને શનિવારે જ સસ્પેન્ડ કરી દીધા હતા. ભાવનગર એસ.ટી.ના વિભાગીય વડા આર.વી.માલીવાડને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટના વિભાગીય નિયામકને વધારાનો ચાર્જ સોંપાયો છે.
જાતીય સતામણીના કેસમાં તેમણે સસ્પેન્ડ કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે રાજકોટની સાથે ભાવનગરના વિભાગીય વડાનો ચાર્જ સંભાળવાનો રહેશે તેમ રાજકોટ વિભાગીય વડા દિનેશ જેઠવાએ જણાવ્યું હતું.